GSTV
Home » News » CAAની સામે તામિલનાડુમાં કોંગ્રેસનો હલ્લાબોલ, અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો

CAAની સામે તામિલનાડુમાં કોંગ્રેસનો હલ્લાબોલ, અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો

નાગરિકતા સંશોધન કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે તમિલનાડુમાં CAA, NRC અને NPRનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો. તમિલનાડુમાં મહિલા કોંગ્રેસના સભ્યોએ દરેક જગ્યાએ રંગોળી બનાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રંગોળીમાં નો એનઆરસી, નો સીએએ જેવા લખાણો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ચેન્નાઈમાં મહિલા કોંગ્રેસની ઓફિસ બહાર કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ભારે ધક્કામુક્કી પણ જોવા મળી હતી. તો મદુરાઈમાં કોંગ્રેસે એક મોટી જનસભા સંબોધી હતી.

તામિલનાડુમાં નાગરિકતા સુધારા કાયદાની સામે જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ફક્ત તામિલનાડુમાં જ નહી પરંતુ આખા દક્ષિણ ભારતમાં આ કાયદાની સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.

તામિલનાડુમાં નાગરિકતા સુધારા કાયદો (CAA), રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (NRC), રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર(NPR)ની સામે એક અનોખા વિરોધ પ્રદર્શનમાં અમુક મહિલાઓએ રવિવારે બેસંત નગર વિસ્તારમાં ‘કોલમ’(રંગોળી) બનાવી અને નો ટૂ સીએએ, નો ટૂ એનઆરસી અને નો ટૂ એનપીઆર લખ્યુ હતુ. સિટી પોલીસે આ સંબંધમાં 6 મહિલાઓની અટકાયત કરી હતી અને બાદમાં તેને છોડી દેવામાં આવી હતી.

કોલમ એ મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ અને લોકોની અવર-જવરમાં અડચણરૂપ થયુ હતુ. પોલીસે પહેલાં સંપર્ક કરતાં આ પ્રકારનાં કોલમને બનાવવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. જોકે, મહિલાઓનું ગ્રુપ આ યોજના સાથે આગળ વધ્યુ હતુ.

READ ALSO

Related posts

દિલ્હીમાં જોરદાર હિંસા બાદ પ્રથમવાર તોડ્યું મોદીએ મૌન, સોનિયાએ મોદી સરકારને ઠેરવી છે સીધી જવાબદાર

Karan

દિલ્હીમાં વધુ એક 1984 નહીં થવા દઈએ : હાઈકોર્ટે પોલીસની કાઢી સખત ઝાટકણી, ભાજપના નેતાઓના વીડિયો જોયા

Karan

ફ્લાવરનું શાક ન ભાવતું હોય તો પહેલા આ વાંચી લો, ફાયદા એટલા છે કે હવે શોખથી ખાવાનું શરૂ કરી દેશો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!