GSTV

તમિલનાડુમાં મેઘરાજાને રિઝવવા પૂજા, હવન અને પ્રાર્થનાનું આયોજન

Last Updated on June 23, 2019 by Mansi Patel

દેશના અમુક હિસ્સામાં મોનસૂને પધરામણી કરી દીધી છે, તો અમુક વિસ્તારો હજી પણ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં પાણીનું ગંભીર સંકટ બનેલું છે.

રિસાયેલાં ઈન્દ્રદેવને મનાવવા માટે પૂજા- અર્ચનાઓ ચાલી રહી છે.  ચેન્નાઈમાં પાણી ન મળવાના કારણે ડીએમકે દ્વારા વિરોધ પ્રદર્શન તો કેટલાક વિસ્તારમાં મેઘરાજાને રિઝવવા માટે પૂજા અને પ્રાર્થનાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

ત્યારે કોયમ્બતુરમાં તમિલનાડુ સરકારમાં પ્રધાન એસપી વેલુમણિએ કોયમ્બતુર સ્થિત એક દરગાહ પર ચાદર ચડાવી વરસાદ માટે  મન્નત માગી હતી. દરગાહની મુલાકાત લીધા બાદ તેઓ ચર્ચમાં પણ ગયા હતા.

જ્યા તેમણે વરસાદ માટે ભગાવન  ઈશુને પ્રાથના કરી હતી. ચેન્નાઈમાં પાણીની ગંભીર સમસ્યા છે. જેના  માટે ડીએમકે રાજ્યની પલાનીસ્વામીની  સરકારને જવાબદાર ગણાવી રહી છે. ચેન્નાઈને પાણી પુરતા પાડતા તળાવો સુકાઈ ગયા છે.

એવામાં શહેરની લગભગ 40 લાખથી વધુની આબાદી હવે ફક્ત સરકારી પાણીના ટેન્કરોના આધારે જ જીવી રહી છે. શહેરમાં જળસંકટને જોતા નાના રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યા છે.

જ્યારે અમુક કાર્યાલયોમાં ઘરેથી કામ કરવાનો નિયમ લાગૂ કરાયો છે. ચેન્નાઈની હોટલોમાં પણ પાણીના વપરાશને લઈને ચેતવણી રજૂ કરાઈ છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!