GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

‘માટલું અહિં છે, પાણી ક્યાં છે?’ તમિલનાડુમાં જળ સંકટ ઘેરૂ બન્યું, જેલભરો આંદોલનની તૈયારી

તમિલનાડુમાં પાણીની કટોકટી ભરી સ્થિતી જોતા સ્થાનિક રાજ્ય સરકાર આ સમસ્યાને હલ કરવા માટે નિષ્ફળ નિવડી છે. અન્નાદ્રમુક સરકારનાં ગેરવહીવટ અને અણઆવડતને કારણે લોકોમાં ગુસ્સો ચરમસીમા પર પહોંચ્યો છે. લોકોનાં ગુસ્સાને હવા આપવાનું કામ કરતા હોય તે રીતે, દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિને આજે મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમજ આ સમસ્યા મામલે તમિલનાડુનાં સીએમ પલાનીસ્વામીને જવાબદાર ઠેરવીને આકરા પ્રહારો કર્યા હતાં.

સ્ટાલિને કહ્યું કે, AIADMKનાં નેતાઓ જે યજ્ઞ કરી રહ્યા છે, તે કેન્દ્ર સરકારમાં પોતાનું પદ બચાવવા માટે કરી રહ્યા છે, ન કે વરસાદ થાય તે માટે દેવી-દેવતાને ખુશ કરી રહ્યા છે. આ સાથે જ સ્ટાલિને ચેતવણી આપતા કહ્યું કે, જો સરકાર રાજ્યવ્યાપી જળસંકટને દુર કરવામાં નિષ્ફળ નિવડી તો મોટા પાયે જેલભરો આંદોલન શરૂ કરવામાં આવશે.

જો કે એઆઇએડીએમકેનાં નેતા જયકુમારે દાવો કર્યો છે કે, ડિએમકેનાં વિરોધ કાર્યક્રમને લોકોનું સમર્થન નહિં મળે.

ડિએમકે કાર્યકરોના વિરોધ પ્રદર્શનમાં હાજર રહિને સ્ટાલિને પોતાનાં હાથમા એક ખાલી માટલું લઇને પુછ્યું હતું કે, માટલું અહિં છે, પાણી ક્યાં છે?

પોતાની પાર્ટીનાં કાર્યકરોનાં મોટા સમૂહને સંબોધન કરતા દ્રમુક નેતા સ્ટાલિને જણાંવ્યું કે, સરકાર પાસે ધન, યોજનાઓ, નોકરીએ, ઉદ્યોગો, ન્યાય, કાયદો-વ્યવસ્થાની કમી છે. હવે તેમાં પાણીનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં સીએમ પલાની સ્વામી, ઉપ-મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમ અને નગર પ્રશાસન મંત્રી એસપી વેલુમણીને કોઇ જ ચિંતા નથી.

તેમણે જણાંવ્યું કે તમિલનાડુની આ સ્થિતી છે, કેન્દ્ર સરકારનાં તાબા હેઠળ કામ કરતી રાજ્ય સરકારે આ સ્થિતીનો ઉકેલ લાવવા માટે કોઇ પહેલ કરી નથી.

READ ALSO

Related posts

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!