GSTV

તમિલનાડૂના પોંગલ ઉત્સવમાં રાહુલ ગાંધી રહ્યા હાજર, તમિલ સંસ્કૃતિ અને સ્થાનિક લોકો સાથે ભોજનનો સ્વાદ માણ્યો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોંગલ તહેવારની ઉજવણીમાં ભાગ લેવા માટે તમિલનાડૂના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ અવનીપુરમમાં જલ્લીકટ્ટૂ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. જલ્લીકટ્ટૂ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ રાહુલ ગાંધીએ સ્થાનિક લોકો સાથે લંચ પણ લીધુ હતું.

સ્થાનિક લોકો સાથે લંચ કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, તમિલ કલ્ચરને જોતા ખૂબ સારો અનુભવ થાય છે. મને ખુશી થાય છે કે, જલ્લીકટ્ટૂ વ્યવસ્થિત રીતે અને સુરક્ષિત રીતે આયોજન થઈ રહ્યુ છે. જેમાં સૌ કોઈ સુરક્ષિત છે અને તમામ લોકોને આ બાબતનું ધ્યાન પણ રાખવુ જોઈએ.

રાહુલ ગાંધી સાથે અન્ય નેતાઓ પણ જોડાયા

પોંગલના આ અવસરે રાહુલ ગાંધી સાથે દ્રુમકના નેતા ઉદયનિધિ સ્ટાલિન, કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલ, પ્રદેશ કોંગ્રેસ કમિટીના અ્ધ્યક્ષ કેએસ અલાગિરી અને પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામી પણ હાજર રહ્યા હતા.

અલગારીએ અહીં જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખેડૂતો અને તમિલ કલ્ચરને સન્માન આપવા માટેનો છે. રાહુલ ગાંધી કૃષિ કાયદાની વિરુદ્ધમાં ઉભા રહેલા ખેડૂતોને પોતાનું નૈતિક સમર્થન આપે છે.

READ ALSO

Related posts

બૉયફ્રેન્ડ સાથે વાત કરતા અટકાવી તો સગીર દીકરીએ કરી નાંખી પિતાની હત્યા, લાશ સડવા લાગી તો પરફ્યૂમ છાંટ્યું

Ali Asgar Devjani

રોડ અકસ્માતમાં સંતાનને ગુમાવનારા માતા-પિતાને વળતરનો અધિકાર- દિલ્હી હાઈકોર્ટ

Mansi Patel

ન્યાયાલય જ નથી સુરક્ષિત, સુપ્રિમકોર્ટની બે મહિલાઓની સરેઆમ કરાઈ ક્રુર હત્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!