GSTV
Home » News » એવું મંદિર જ્યાં પ્રસાદમાં અપાય છે મટન બિરિયાની, રસપ્રદ છે પ્રથા

એવું મંદિર જ્યાં પ્રસાદમાં અપાય છે મટન બિરિયાની, રસપ્રદ છે પ્રથા

પાક કે ખેતીનું નુકસાન થતાં ખેડૂતો આત્મહત્યા કરી લેતાં હોય છે પરંતુ તમિલનાડુના મદુરાઇ સ્થિત વડક્કમપટ્ટી અને કલ્લીગુડી જેવા કેટલાંક ગામ એવા છે જ્યાં ખેડૂતો હોટલના માલિક બની ગયાં છે. સમગ્ર દક્ષિણ ભારતમાં ફેલાયેલા મુનિયાંદી હોટલોના માલિક બે વાતનું ખાસ ધ્યાન રાખે છે. પહેલી એ કે ગ્રાહકોને સ્વાદિષ્ટ નૉનવેજ પીરસવામાં આવે અને બીજી એ કે પોતાની હોટલનું નામ પોતાના કુળદેવતા મુનિયાંદીના નામ પર રાખવામાં આવે.

પહેલી મુનિયાંદી હોટલની શરૂઆત 1937માં ગુરુસામી નાયડૂએ કરી હતી. તે બાદ નાયડૂના એક મિત્રએ પણ કલ્લીગુડી અને વિરુધુનગરમાં એક હોટલ શરૂ કરી. ચેન્નઇમાં મુનિયાંદી હોટલ ચલાવનારા એસ રાજગુરુએ જણાવ્યું કે, અમારા લોકો આ હોટલ્સમાં કામ કરે છે, જે મોટાભાગે તેમના સંબંધીઓ દ્વારા જ ચલાવવામાં આવે છે. જ્યારે તે કામ શીખી લે છે તે પછી તે બહાર જઇને પોતાની હોટલ શરૂ કરી છે. તેમના સંબંધીઓ તેમની મદદ કરે છે.

શનિવારે વડક્કમપટ્ટીમાં પૂરા થયેલા બે દિવસીય મુનિયાંદી ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશ, કર્ણાટક, પોંડીચેરી અને તમિલનાડુની અનેક મુનિયાંદી હોટલના માલિક ભાગ લેવા આવ્યા. શનિવારે સવારે આશરે 8 હજાર લોકોએ ફેસ્ટિવલમાં ભાગ લીધો અને પ્રસાદ તરીકે મટન બિરિયાની વહેંચવામાં આવી.

ચેન્નઇમાં રાજવિલાસ હોટલ ચલાવતાં એન પી રામાસામીએ જણાવ્યું કે, આ ફેસ્ટિવલ એક તક છે જ્યારે આપણી પાસે જે છે તે સમાજને પરત કરવાનો એક મોકો તમારી પાસે હોય છે. તેના માટે આમે દરરોજ પહેલા કસ્ટમર પાસેથી મળેલી રકમને અલગ રાખીએ છીએ.

પ્રસાદ બનાવવા માટે આશરે 2 ક્વિંટલ ચોખા, 100 બકરા અને 600 મરઘાની કુરબાની આપવામાં આવી. આ પ્રસાદને આસપાસના ગામોમાં પણ વહેંચવામાં આવ્યો.

Read Also

Related posts

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

NIsha Patel

Vodafone, Airtel, Jio, Idea તમારા બજેટમાં છે આ કંપનીનો પ્લાન, આ રીતે બચાવો પૈસા

Arohi

ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!