કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે તમિલનાડુ, હરિયાણા અને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનોને બીસીસીઆઇની આગામી ચૂંટણી અને વાર્ષિક સાધારણ સભામાં ભાગ નહીં લેવા દેવાનો નિર્ણય લીધો છે. ત્રણેય સ્ટેટ એસોસિએશનોને સીઓએ (કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે)એ જણાવ્યું છે કે, તેમના બંધારણ સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલા બીસીસીઆઇના બંધારણ અનુસારના ન હોવાથી તેમણે આ નિર્ણય લીધો છે. નોંધપાત્ર છે કે, બીસીસીઆઈના નવા હોદ્દેદારો માટેની ચૂંટણી તારીખ ૨૩મી ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારી એજીએમ (વાર્ષિક સાધારણ સભા)માં યોજાવાની છે.

વિનોદ રાયની આગેવાની હેઠળના સીઓએ દ્વારા ત્રણેય સ્ટેટ એસોસિએશનોને તેમના બંધારણમાં રહેલી ખામીઓ મુદ્દા સર જણાવવામાં આવી હતી. તેમણે આ ખામીઓ દૂર કરવા માટે પણ જણાવ્યું હતુ. જોકે તેમ કરવામાં ન આવતા આ નિર્ણય લેવાયો હતો.


દરમિયાનમાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને આ અંગે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, સુપ્રીમ કોર્ટે સીઓએને એવો કોઈ અધિકાર આપ્યો નથી કે, જેનાથી તેઓ માત્ર સુપ્રીમના ચૂકાદા અનુસારનું બંધારણ ન હોવાના કારણે બીસીસીઆઇના સભ્યોને ગેરલાયક ઠેરવી શકે. હવે આ મામલો સુપ્રીમમાં જાય તેવી શક્યતા છે. બીસીસીઆઇ આવતીકાલ સાંજ સુધીમાં તેનું વોટર લિસ્ટ જાહેર કરશે.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો