GSTV

તમિલનાડુના રાજ્યપાલ અને યુપી બીજેપીના અધ્યક્ષ થયા કોરોના પોઝિટિવ

Last Updated on August 2, 2020 by Ankita Trada

તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. ચેન્નઈના કાવેરી હોસ્પીટલે રવિવારે આ જાણકારી આપી હતી કે, રાજ્યપાલને ઘરમાં જ પૃથકવાસમાં રહેવાની સલાહ આપવામાં આવી છે, જ્યાં હોસ્પીટલે ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખશે. રવિવારે સવારે તેમને હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા.જેની થોડી કલાકો બાદ જ તેમને કોરોના પોઝિટિવ હોવાની રીપોર્ટ આવી છે. કાવેરી હોસ્પીટલના એક અધિકારીએ કહ્યુ કે, રાજ્યપાલની હાલત સ્થિર છે અને તે એસિમ્ટોમેટિક છે અને તેમના ઘણા હળવા લક્ષણ છે.

સ્વતંત્ર દેવ સિંહનો રીપોર્ટ કોરોના પોઝિટિવ

ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવી છે. સ્વતંત્ર દેવ સિંહે ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. તેમણે લખ્યુ છે કે, મને કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાઈ રહ્યા છે, જેના કારણે મેં પોતાની કોવિડ-19ની તપાસ કરાવી. તપાસમાં મારો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવી છે. મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને હું વિનંતી કરું છું કે, માર્ગદર્શિકા મુજબ પોતાને અલગ રાખવા અને તમારી તપાસ જરૂરીયાત મુજબ કરાવવા.

રાજભવનમાં તૈનાત કેટલાક લોકોમાં લક્ષણ દેખાયા

રાજભવનના એક વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યુ છે કે, રાજભવનમાં તૈનાત કેટલાક લોકોમાં લક્ષણ દેખાયા હતા, જેથી 147 કર્મીઓનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો અને તેમાંથી કેટલાક સુરક્ષા અને અગ્નિશમન સેવાના કર્મચારી પણ સામેલ હતા.

READ ALSO

Related posts

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta

લખનઉમાં હનુમાન મંદિર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, 14 ઓગસ્ટ સુધીમાં આતંકવાદીઓને છોડવાની માંગ, RSS પણ નિશાના પર

Vishvesh Dave

મોટો બદલાવ / લલન સિંહ બન્યા JDUના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, CM નીતિશ કુમારની હાજરીમાં નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!