GSTV
Gujarat Government Advertisement

તામિલનાડુ સરકારની મોટી જાહેરાત, કોરોના ડયુટી દરમ્યાન ‘શહીદ’ થયેલ 43 ડોક્ટર્સ-ફ્રન્ટલાઈન વર્કર્સના પરિવારને અપાશે 25-25 લાખ રૂપિયા

Last Updated on May 13, 2021 by Pritesh Mehta

તામિલનાડુમાં કોરોનાના વધતા કહેર વચ્ચે રાજ્યના નવા મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 2 મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી સ્ટાલિને કોરોના વિરુદ્ધની લડાઈમાં જીવ ગુમાવનારા 43 ફ્રન્ટલાઈન વર્કર્સના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સ્ટાલિને ફ્ર્ન્ટલાઈન વર્કર્સને એપ્રિલ, મે અને જૂન મહિના માટે ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત પણ કરી હતી.

તામિલનાડુ

રાજ્ય સરકાર દ્વારા આગામી 3 મહિના દરમિયાન ડૉક્ટર્સને 30 હજાર, નર્સિંગ સ્ટાફને 20 હજાર અને અન્ય કર્મીઓને 15 હજારનું ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત કરી. આ સાથે પીજી સ્ટુડન્ટ્સ અને ટ્રેઈની ડૉક્ટર્સને પણ 20 હજાર રૂપિયા ઈન્સેન્ટિવ પેટે આપવામાં આવશે.

તામિલનાડુ

જાહેરાત મુજબ, એપ્રિલ-મે અને જૂનમાં જે મેડિકલ સ્ટાફ ડ્યુટી પર હતા તેમને બોનસ મળશે. ડોક્ટરોને 30 હજાર રૂપિયા, નર્સોને 20 હજાર અને અન્ય સ્ટાફને 15-15 હજાર રૂપિયા બોનસ તરીકે આપવામાં આવશે. તો, ટ્રેઈની અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સને પણ વધારાના 20 હજાર રૂપિયા બોનસ આપવામાં આવશે.

આ ઉપરાંત ચેન્નાઇ કોર્પોરેશને મહામારી સામે લડવા માટે ટ્રેઈની ડોક્ટર્સની અસ્થાયી ભરતીની પણ યોજના બનાવી છે. તેમને ત્રનન મહિના માટે ભરતી કરવામાં આવશે. આ હેઠળ એમબીબીએસના અંતિમ વર્ષના 300 વિદ્યાર્થીઓને ભરતી આપવામાં આવશે અને તેમને દરમહિને 40 હજાર રૂપિયા આપવામાં આવશે. જણાવી દઈએ કે, તામિલનાડુમાં કોરોના મહામારીની સ્થિતિ અતિગંભીર છે. મંગળવારે પણ રાજ્યમાં કોરોનાને કારણે 298 લોકોના મોત થયા હતા. તેમાંથી માત્ર ચેન્નાઈમાં જ 92 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મંગળવારે 29 હજાર 272 નવા કેસો સામે આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!