GSTV
India News Trending

મજૂરો સાથે મારપીટનો વીડિયો શેર કરનાર બિહારના યુટ્યુબર મનીષ કશ્યપે કર્યું સરેન્ડર, તમિલનાડુ કેસમાં EOU  કરશે પૂછપરછ

તમિલનાડુમાં બિહારીઓ વિરુદ્ધ કથિત હિંસા અને મારપીટ મામલે ભ્રામક વીડિયો પ્રસારિત કરવાના આરોપી બનાવાયેલા યુટ્યુબર મનીષ કશ્યપે આત્મસમર્પણ કરી દીધું છે. તેનું ઘર જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાયા બાદ મનીષે જગદીશપુર પોલીસ સ્ટેશને સરેન્ડર કર્યું હતું. અહેવાલ અનુસાર મનીષને ઈકોનોમિક ઓફન્સ યુનિટ(ઈઓયુ)ને સોંપવામાં આવી રહ્યો છે. ઈઓયુ જ તેની પૂછપરછ કરશે.

 ઘરે બુલડોઝરની કાર્યવાહી પણ થઈ હતી

ઉલ્લેખનીય છે કે કોર્ટનો આદેશ મળ્યા બાદ અનેક પોલીસ સ્ટેશનેથી ટીમ કશ્યપના ઘરે તેનું ઘર જપ્ત કરવા પહોંચી હતી. તેના ઘર પર બુલડોઝર પણ ફેરવાયું હતું અને ઘરનું સામાન પણ કબજે લઈ લેવાયું હતું. મનીષ કશ્યપનું ઘર બેતિયાના મઝૌલિયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મહના ડુમરી ગામમાં આવેલ છે. તેની સામે તમિલનાડુ ઉપરાંત બેતિયામાં ૭ ગુનાઇત કેસ દાખલ છે. તેમાંથી ૫ કેસમાં ચાર્જશીટ પણ ફાઈલ થઈ છે. મનીષે પટણા હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. અરજી રદ થયા બાદ તે ફરાર થઈ ગયો હતો. અનેક મામલે પોલીસ તેને શોધી રહી હતી.

મામલો શું છે?

તેણે તમિલનાડુમાં બિહારના રહેવાશીઓ પર હુમલાનો ફેક વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ મામલે તેની સામે ઈકોનોમિક ઓફન્સ યુનિટમાં બે ફરિયાદ દાખલ કરાઇ છે. જ્યારે ફેક ધરપકડ બતાવવા બદલ એક એફઆઈઆર દાખલ થઈ છે. આટલું જ નહીં મનીષ સામે સાત ક્રિમિનલ કેસ બેતિયાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ છે. પોલીસ પહેલાથી જ તેને શોધી રહી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે

Hina Vaja

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth
GSTV