GSTV
Home » News » સાઉથનાં સુપર સ્ટારનો રાજકારણમાં પ્રવેશ, લડશે તમિલનાડુની વિધાનસભાની ચૂંટણી

સાઉથનાં સુપર સ્ટારનો રાજકારણમાં પ્રવેશ, લડશે તમિલનાડુની વિધાનસભાની ચૂંટણી

સાઉથના સુપરસ્ટાર રજનિકાંતની ચૂંટણી લડવાની અટકળો વચ્ચે તેમણે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ તમિલનાડૂની આગામી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત જ્યારે થશે ત્યારે તેઓ લડવા માટે તૈયાર રહેશે. પીએમ મોદી સત્તામાં ફરી વાપસી કરશે કે કેમ.

તેના જવાબમાં રજનિકાંતે રહ્યું કે આપણે 23 મેની રાહ જોવી પડશે. ચૂંટણી વિશે તેમણે જણાવ્યું કે, જો લોકસભાની ચૂંટણી સાથે થઇ રહેલી વિધાનસભાની પેટાચૂંટણી બાદ AIADMK માટે મુશ્કેલી ઉભી થશે તો તેઓ ચૂંટણી લડવા તૈયાર છે.

તમિલ સુપરસ્ટાર રજનીકાંતે જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી લડશે. પોતાને રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ 234 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે ચાહકોનો ઉત્સાહી અભિવાદન વચ્ચે 67 વર્ષીય સુપરસ્ટારે આ જાહેરાત કરીને રાજકીય ક્ષેત્રે અભિનેતાની એન્ટ્રી વિશે બે દાયકાથી ચાલી રહી અટકળોનો વિરામ મળી ગયો છે.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

Path Shah

મોદી લહેરમાં તૂટ્યો ઈન્દોર સીટ પર સુમિત્રા મહાજનનો રેકોર્ડ

Dharika Jansari

ભજીયા બનાવીને કંગના રનૌતે કરી પીએમ મોદીની જીતની ઉજવણી, ખાસ અંદાજમાં પાઠવી શુભેચ્છા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!