GSTV

તમન્ના ભાટિયાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ

Last Updated on October 5, 2020 by

ઓગસ્ટમાં તમન્ના ભાટિયાના માતા-પિતા કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા અને હવે તમન્ના ભાટિયા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેને હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તમન્ના ભાટિયા બોલિવૂડની અભિનેત્રી છે અને ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

તમન્ના ભાટિયા હૈદરાબાદમાં તેના આગામી પ્રોજેક્ટ માટેનું શૂટિંગ કરી રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમન્ના ભાટિયા તેની આગામી વેબ સિરીઝના શૂટિંગ માટે હૈદરાબાદ હતી ત્યારે તેને પોતાનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હતા. ફિલ્મ ‘સઈ રા’ની અભિનેત્રીને વધુ સારવાર માટે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ છે. તે દરમિયાન, દેશભરના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર ઝડપથી રિકવરીની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

તમન્ના ભાટિયાના કોરોના હોવાના સમાચારથી ફેન્સ અને શુભેચ્છકો આશ્ચયમાં છે અને ટવિટર પર ‘ગેટ વેલ સૂન’ના મેસેજીસ સાથે તેની માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઓગસ્ટમાં તમન્નાના માતાપિતાએ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા અને તેણે સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી હતી.  તમન્ના ભટિયાએ ટવિટર પર લખ્યું હતું કે, ‘મારા માતા-પિતામાં કોવિડ-19 ના હળવા લક્ષણો છે અને સાવચેતીના ભાગરૂપે તરત જ ઘરમાં તેમનું પરિક્ષણ કરવામાં આવ્યું. પરિણામો હમણાં જ આવ્યા છે અને કમનસીબે મારા માતાપિતા કોવિડ પોઝિટીવ નીકળ્યા છે.

તમન્ના ભાટિયાના માતાપિતા પોઝિટિવ આવ્યા હતા, જ્યારે પરિવારના બાકીના સભ્યો, પોતાને અને સ્ટાફ સહિતનું પરિક્ષણ  નેગેટીવ આવ્યું હતું. દુર્ભાગ્યવશ  હવે તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાન જ તમન્નાનું કોવિડ અંગેનું પરિક્ષણ પોઝીટિવ આવ્યું છે. આમ હાલમાં તેની તમામ કામગીરી અટકી પડી છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!