GSTV
Bollywood Entertainment Trending Videos Viral Videos

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

ભારતની એકટ્રસ તમન્ના ભાટિયાનો એરપોર્ટ પરનો સિમ્પલ પરંતુ અટ્રેક્ટિવ લૂક વાયરલ થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે તમન્ના મેલબોર્ન ખાતે આયોજિત Indian Film Festivalમાં ભાગ લઈને સ્વદેશ પરત ફરી છે. મુંબઈ એરપોર્ટ પર Blue Long Midiમાં યલો શર્ફમાં ડ્રેસ અપ થયેલ જોવા મળી હતી.

મેલબોર્નનો રોચક પ્રસંગ : 

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ માટે ઓસ્ટ્રેલિયા ગયેલ તમન્ના ભાટિયાએ સાદગી અને ચાર્મથી સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વિડિયોમાં જોવા મળે છે કે બાહુબલી અભિનેત્રી હજી પણ તેના મૂળ સિદ્ધાંતો અને સંસ્કારો પ્રત્યે આદર ધરાવે છે. તે એક ઇવેન્ટમાં દીવો પ્રગટાવવા જઈ રહી હતી ત્યારે તેણે તેના ફૂટવેર બહાર કાઢી નાખ્યા હતા. આ અંગે જ્યારે તેણીને પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ જવાબ આપ્યો, “આ આપણી સંસ્કૃતિ છે!”.

વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો તમન્ના ભાટિયા પાસે લાઇનઅપમાં ઘણા મજબૂત પ્રોજેક્ટ્સ છે. તે મધુર ભંડારકરના હિન્દી ડ્રામા બબલી બાઉન્સર(Babli Bouncer)માં લીડ રોલમાં હશે અને અરુણિમા શર્માની Jee Karda નામની વેબ સિરીઝનો પણ ભાગ હશે. આ સિવાય સ્ટાર આગામી સમયમાં ચિરંજીવીની ભોલા શંકર(Bhola Shankar)માં લીડ એકટ્રસ તરીકે જોવા મળશે.

Related posts

બે લોકોએ મળીને ક્રાઉડ ફંડિંગની મદદથી ખરીદ્યો એક દેશ, આ રીતે તમે પણ મેળવી શકો છો નાગરિકતા

Hemal Vegda

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV