Last Updated on March 2, 2021 by Karan
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની ગણતરી ચાલુ થઈ છે. 12 વાગ્યા સુધીમાં આવેલા પરિણામો પર નજર કરવામાં આવે તો જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મળીને ભાજપ 1 હજારથી વધારે બેઠકો પર વિન રેસમાં આગળ વધી રહી છે. જ્યારે કોંગ્રેસ ક્યાંય પાછળ 300 બેઠકની નજીક છે. રાજ્યમાં શહેરી વિસ્તારો બાદ ગામડાંઓમાં પણ હવે ભાજપનો દબદબો જળવાયો છે. ખેડૂત આંદોલન કે મોંઘવારી જેવા કોઈ પ્રશ્નો આ ચૂંટણીમાં નડ્યા નથી. લોકોએ ખોબલે ખોબલે ભાજપને વોટ આપ્યા છે. જેના પગલે આજે તાલુકા પંચાયતોમાં 1 હજારથી વધારે બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.

સાયલામાં 10 બેઠકો પર ભાજપનું કમળ ખિલ્યું
સાયલામાં તાલુકા પંચાયતની 20માંથી 10 બેઠકો ભાજપના ફાળે ગઈ છે તો 4 બેઠકો પર કોંગ્રેસને સાથ મળ્યો છે. તાલુકા પંચાયતની બેઠકોની મત ગણતરી ચાલુ છે જેમાં 12 વાગ્યા સુધીના પરિણામોમાં ભાજપનો સતત વિજય તરફ આગેકૂચ કરી રહ્યા છે. તો કોંગ્રેસનો સતત બધી બેઠકો પર રકાસ થઈ રહ્યો છે.
ગ્રામિણમાં કોંગ્રેસનો વિશ્વાસ ખોટો પડ્યો
દહેગામ નગરપાલિકામાં પણ ભાજપના ભાગે 17 બેઠકો આવી છે તો 3 બેઠકો કોંગ્રેસના ફાળે આવી છે. અર્બનમાં તો કોંગ્રેસને ધોબી પછાડ મળી હતી પરંતુ ગ્રામીણમાં કોંગ્રેસને વિશ્વાસ હતો કે તેમને ભાજપ કરતાં વધારે બેઠકો મળશે. પરંતુ હાલમાં પરિણામો સતત ભાજપ તરફી આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો ને મોટી હારનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ વર્ચસ્વ ધરાવતી બેઠકો ઉપર પણ ભાજપે પોતાનું કમળ ખીલવી દીધું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા
- જરૂરી/ Home Quarantineમાં આ રીતે સારુ કરો તમારું Oxygen લેવલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી ટેક્નિક
- સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ
- કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ
- હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા
