GSTV
Home » News » છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીને શ્વાસ લેવામાં મુશ્કેલી, હોસ્પિટલમાં કરાયા ભરતી

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીને શ્વાસ લેવામાં મુશ્કેલી, હોસ્પિટલમાં કરાયા ભરતી

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અજીત જોગીને શ્વાસ લેવામાં મુશ્કેલી થયા બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. જો કે હવે જોગીની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું છે. તબીબોનું કહેવું છે કે અજીત જોગીને સામાન્ય ઈન્ફેક્શન હતું. હવે આમા તેમને રાહત છે.

મીડિયા અહેવાલ મુજબ અજીત જોગી વીસમી નવેમ્બરે છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાન બાદ જ મુંબઈ રવાના થઈ ગયા હતા. લીલાવતી હોસ્પિટલના તબીબે કહ્યુ છે કે જોગીને સામાન્ય ચેસ્ટ ઈન્ફેક્શન હતું. હાલ તેઓ ઠીક છે અને તેમને ટૂંક જ સમયમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. કહેવામાં આવે છે કે છત્તીસગઢની ચૂંટણીમાં સતત ચૂંટણી પ્રચાર કરવાને કારણે જોગી બીમાર પડયા હતા.

આ પહેલા તેમને 24મી મેના રોજ પણ શરદી-ખાંસી અને તાવને કારણે રાયપુરની રામકૃષ્ણ કેર હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ત્યારે જોગીને ન્યૂમોનિયા થયો હોવાની પુષ્ટિ થઈ હતી. બાદમાં જોગીને દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ વખતે છત્તીસગઢની ચૂંટણીમાં અજીત જોગીની પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢ-જેએ બીએસપીની સાથે ગઠબંધન કરીને વિધાનસભાની ચૂંટણી લડી છે. તેઓ જેસીસી અને બીએસપીના ગઠબંધન તરફથી છત્તીસગઢના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર છે.

Related posts

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!