વાત એવી હિરોઈનોની કે જે ફિલ્મનું શુટિંગ કરતા કરતા ગર્ભવતી થઈ હતી, એકનાં તો લગ્ન પણ બાકી હતા…

ફિલ્મ સફળ બનાવવા માટે એક્ટર લોકો ખૂબ મહેનત કરતા હોય છે. હિરોઈન જ્યારે ફિલ્મ નિર્માતાની ફિલ્મ માટે સાઇન કરે છે ત્યારે એક કોંટ્ર્રેક્ટ પણ સાઇન કરાવે છે જેમાં કેટલાક નિયમો અને કાયદાઓ હોય છે. એમાંથી એક એવો નિયમ પણ હોય છે કે ફિલ્મની શૂટિંગ દરમિયાન તે પ્રેગ્નેન્ટ નહીં થાય અને લગ્ન પણ નહીં કરે. કારણ કે એનાં કારણે ફિલ્મની શૂટિંગમાં અવરોધ આવે છે અથવા હિરોઇનની ઈમેજને ધક્કો લાગે છે. તેમ છતાં એક કરતા વધારે વખત એવું થયું છે કે જ્યારે હિરોઈન ફિલ્મની શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેન્ટ થઈ હોય.

જુહી ચાવલા

2001માં આવેલી ફિલ્મ ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ ના શુટિંગ દરમિયાન જુહી ચાવલા પ્રથમ વખત પ્રેગ્નન્ટ થઈ હતી .

જયા બચ્ચન

જયા બચ્ચન ‘શોલે’નાં શૂટિંગ દરમિયાન પ્રેગ્નેન્ટ થઈ ગયા હતા. પછી તેમના શૉટ ઝડપી લેવામાં આવ્યા જેથી તે મુશ્કેલીમાં મુકાય નહી.

ઐશ્વર્યા રાય બચ્ચન

હિરોઈન ફિલ્મની શૂટિંગ કરતી વખતે ફિલ્મની હિરોઈન એશ્વર્યા રાય બચ્ચનને ખબર પડી કે તે માતા બનવાની છે. તેણે આ વાતની ફિલ્મના દિગ્દર્શક મધુર ભંડારકરને કહીને ફિલ્મ છોડી દીધી. એનાથી મધુરને નુકસાન પણ ઉઠાવવું પડ્યું કારણ કે કેટલાક દિવસોનું શૂટિંગ તેઓએ એશ્વર્યા સાથે કરી લીધુ હતુ. પછી તેઓએ એશ્વર્યાની જગ્યાએ કરીના કપૂરને પસંદ કરી.

શ્રીદેવી

બોની કપુર દ્વારા બનાવેલ ફિલ્મ ‘જુદાઈ’નું શૂટિંગ શ્રીદેવી કરી રહી હતી. ત્યારે જ તેમને ખબર પડી કે તેઓ પ્રેગ્નેન્ટ છે. તેમણે તરત જ બોની સાથે લગ્ન કર્યા અને ફિલ્મનું શૂટિંગ પણ ઝડપથી પૂરી કરી દીધી. ‘જુદાઇ’ ફિલ્મ 28 ફેબ્રુઆરી 1997ના રોજ રિલિઝ થયું. જ્યારે જાહ્નવી કપૂરનો જન્મ 6 માર્ચ 1997ના રોજ થયો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter