GSTV
Home » News » PSLનું બોલતા બોલતા અકમલ IPLનું બોલવા લાગ્યો, પાકિસ્તાન દોડતું થઈ ગયું

PSLનું બોલતા બોલતા અકમલ IPLનું બોલવા લાગ્યો, પાકિસ્તાન દોડતું થઈ ગયું

પાકિસ્તાનમાં હાલ પીએસએલ ચાલી રહ્યું છે. પાકિસ્તાનનું આઈપીએલ. પાકિસ્તાન સુપર લીગ. પાકિસ્તાનમાં ખરાબ સ્થિતિ હોવાના કારણે પીએસએલ ત્યાંની જગ્યાએ યુએઈમાં કરવામાં આવી રહ્યું છે. આ સિઝનમાં રમાયેલા 26 મેચો યુએઈમાં રમાયા હતા. પણ આ વખતે ફાઈનલ સહિતની 8 મેચ પાકિસ્તાનના કરાંચીમાં થશે. પાકિસ્તાનના ક્રિકેટર ઉમર અકમલ આ વિશે સોશિયલ મીડિયા પર પ્રમોશન કરી રહ્યા હતા. ઉમર પીએસએલમાં ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમી રહ્યો છે. પણ પીએસએલનું પ્રમોશન કરતા મોટી ભૂલ કરી બેઠો. વીડિયોમાં પીએસએલની જગ્યાએ આઈપીએલ બોલી ગયો. તેને તુરંત પોતાની ભૂલનો અહેસાસ થયો. પોતાની વાતને ઠીક કરી પણ ત્યારસુધીમાં તો વીડિયો વાઈરલ થઈ ગયો હતો.

હાલ ક્વેટાની ટીમ કરાંચીમાં આવી છે. જ્યાં તે પોતાના હોમગ્રાઊન્ડમાં રમશે. અને ગ્રાઊન્ડ જેટલું પણ સપોર્ટ કરશે અમારી ટીમ સારું પ્રદર્શન કરશે. અને જો ક્રાઉડ આજ રીતે સપોર્ટ કરતું રહ્યું તો ઈન્શા અલ્લાહ એ સમય દૂર નથી જ્યારે આગામી આઈપીએલ પાકિસ્તાનમાં થાય.

આટલું બોલતા તો ઉમર અકમલ વાઈરલ થઈ ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે એવા હાલાત છે કે પાકિસ્તાનના ખેલાડીઓ માટે હવે આઈપીએલ પ્રતિબંધિત જ છે. પણ ઉમર અકમલે જે કર્યું તેને જીભનું લપસી જવું જ કહેવું રહ્યું. મજેદાર વાત એ છે કે તેના મોંમાંથી BPL અને CPLની જગ્યાએ આઈપીએલ જ નીકળ્યું. જેથી આઈપીએલ રમવાની તેની કેટલી ખ્વાહિશ છે તે તેની જીભ પરથી જ ખ્યાલ આવી જાય છે. ઉમરે બોલતાની સાથે જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટ્વીટર વોર શરૂ થઈ ગયું. પણ ઉમરની ભૂલ નથી. પાકિસ્તાનના તમામ ખેલાડીઓ અત્યારે દુવા માગી રહ્યા છે કે એક વખત ભારતમાં આવી તેઓ આઈપીએલ રમી શકે. દુર બેસીને પાકિસ્તાનના ખેલાડીઓ અન્ય દેશના ખેલાડીઓને પૈસા અને પોપ્યુલારીટી કમાતા જોઈ રહ્યા છે.

READ ALSO

Related posts

ધોરણ 7ના વિદ્યાર્થીએ 10.74 લાખની કમાણી કરી અને એવી જગ્યાએ દાનમાં આપ્યા કે તમે પણ કહેશો વાહ…

Mayur

પીએમ મોદીએ ત્રીજી વખત કરી મન કી બાત, મહાત્મા ગાંધી અને ભગવાન શ્રી કૃષ્ણને કર્યા યાદ

Mayur

ઓટો સેક્ટરમાં મંદીના કારણે ગાડીઓના પાર્ટ્સ સપ્લાય કરતી 400 કંપનીઓને 10 હજાર કરોડનું નુકશાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!