એકસિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અંગે મનમોહનનું મૌન, આ રાજ્ય મોદી સામે ઉભો કરશે પડકાર

સંકેતો એવા મળી રહ્યા છે કે મોદી સરકાર લોકસભાની પહેલાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની પણ ચૂંટણી કરાવશે. પરંતુ રાજ્યમાં સ્થિરતા લાવવા માટે મોદી સરકાર સામે મોટો પડકાર છે, એમ કાશ્મીરની બાબતોના જાણકારો કહે છે. અવારનવાર નાગરિક, સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ સાથે થતી અથડામણોમાં એનેક લોકો શહીદ થતાં યુવા  વર્ગ ઉગ્રવાદ તરફ ધકેલાય છે. તેમનું કહેવું હતું કે ચાલુ વર્ષ તો સૌથી ઘાતક હતો જેમાં વધુ નાગરિકો માર્યા ગયા હતા. ૨૦૧૨ પછી ચાલુ વર્ષે બીજી ડીસેમ્બર સુધી ૫૮૭ આતંક સબંધિત મોત થઇ હતી. ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર ચાલુ વર્ષે ૨૩૮ ઉગ્રવાદીઓ અને ૮૬ સુરક્ષા કર્મીઓ માર્યા ગયા હતા. આ આંકડો છેલ્લા છ વર્ષમાં સૌથી મોટો હોવાનું કહેવામાં આવે છે.

કોંગ્રેસના કાશ્મીરી નેતાની વિચિત્ર જોહરાત

 જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના લઘુમતી વિભાગના વડા હાજી સગીર સઇદ ખાને જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસની સરકાર આવશે તો આતંકના નામે જેમની હત્યા કરાઇ હતી તેમના પરિવારને રૂપિયા એક કરોડ અને પરિવારમાંથી કોઇ એકને સરકારી નોકરી આપવામાં આવશે. જો કે કોંગ્રેસે ખાાનના નિવેદનથી અંતર રાખ્યો હતો.

એકસિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અંગે મનમોહન ચુપ

‘મહાભારતમાં માત્ર એક જ પરિવાર છે’ આ સંવાદ છે એકસિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મનો જે ગઇ કાલે રજૂ થઇ હતી. સંદર્ભ સ્પષ્ટ હતો કારણ કે એક પત્રકારના  પુસ્તક પણ આ ફિલ્મ આધારિત છે. સંજય બારૂ પત્રકાર છે જેઓ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના પ્રેસ એડવાઇઝર હતા. પીએમઓ અને તે સમયના શાસક પરિવાર વચ્ચે જે વાતચીત થતી હતી જેના પર આ ફિલ્મ આધારિત છે.ફિલ્મમાં મનમોહન સિંહનું પાત્ર ભજવનાર અનુપમ ખેરે કહ્યું હતું કે સૌ કોઇ જાણે છે કે વડા પ્રધાન મનમોહન સિંહ પર ગાંધી પરિવારનું જ નિયંત્રણ હતું. કોંગ્રસે ફિલ્મની સારી ગણાવી છે, પરંતુ ખૂદ મનમોહન સિંહ આ અંગે મૌન ધારણ કરીને બેઠા છે.

રામ મંદિર અંગે ખરડો મૂકાશે

ભાજપના રાજ્યસભાના સભ્ય રાકેશ સિંહા દ્વારા રજૂ કરાયેલા ખરડોનું શું થશે તે સ્પષ્ટ નથી. સૂત્રો કહે છે કે  આરએસએસ અને તેના સાથી સંગઠનો સરકાર પર રામ મંદિર બનાવવા જાહેરાનાનું જાહેર કરવા ભારે દબાણ કરી રહ્યા હોવા છતાં પણ શિયાળુ સત્રમાં આ અંગે ચર્ચા થાય તેવું લાગતું નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter