GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

રક્ષાબંધન પર સસ્તુ સોનું ખરીદવાની તક, મોદી સરકાર આપી રહી છે તહેવારમાં ભેટ

3 ઓગસ્ટ રક્ષાબંધન છે. મોદી સરકાર સસ્તા સોનાની ખરીદી કરવાની તક આપી રહી છે. સસ્તું સોનું ખરીદીને બહેનને ભેટ આપી શકાય છે.  સરકારની સાર્વભૌમ ગોલ્ડ બોન્ડ યોજના 3 ઓગસ્ટથી ફરી એકવાર શરૂ થશે. આ બોન્ડ સ્કીમમાં સોનાની કિંમત પ્રતિ ગ્રામ 5,334 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 10 ગ્રામના રૂ.53,340 છે. જે બજારમાં એજ ભાવે મળે છે. સરકાર સોનાનો વાસ્તવિક વપરાશ ઘટાડવા માંગે છે. 7 ઓગસ્ટ સુધી યોજના છે. સરકાર સપ્ટેમ્બર મહિનામાં ફરી એકવાર આ યોજના લાવશે.

ઓનલાઇન ચુકવણી કરનારાઓને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. 10668 રૂપિયા ચૂકવો ત્યારે એક સો રૂપિયો મળશે.  એક તોલા પર રૂ.500 છૂટ મળશે. બોન્ડ તરીકે સોનું ખરીદી શકાય છે. આ બોન્ડ ઓછામાં ઓછા એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોમાં ખરીદી શકાય છે. બેંક, પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનએસઈ અને બીએસઈમાં ડિજિટલ રીતે અરજી કરી શકાય છે. રિઝર્વ બેંક હેઠળ આવતા આ બોન્ડની મુદત આઠ વર્ષ છે. પાંચમા વર્ષ પછી વ્યાજની ચુકવણીની તારીખથી બહાર નીકળવાનો વિકલ્પ છે.

Related posts

સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, જાણકારોના મતે 60 હજારની સપાટીએ પહોંચતા નહીં લાગે વાર

Nilesh Jethva

25 લાખના પેકેજની નોકરી છોડી IAS બન્યો આ યુવાન, ફોર્મ્યુલા જાણીને તમે પણ રહી જશો દંગ

Mansi Patel

દેશની આ 2 પ્રાઈવેટ બેન્કે MCLRમાં કર્યો ઘટાડો, જાણો તમારા ખિસ્સાને કેટલો થશે ફાયદો !

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!