GSTV
Finance

ફાયદાની વાત / આ સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ! હોમ લોન પર વ્યાજ દરમાં કર્યો ઘટાડો, ફટાફટ ચેક કરો

બેંક ઓફ બરોડાના ગ્રાહક માટે સારા સમાચાર સામે આવ્યા છે. બેંકે તેના ગ્રાહકોને એક જબરદસ્ત ભેટ આપી છે. બેંક ઓફ બરોડા (BoB)એ હોમ લોન પર વ્યાજ દર 6.75 ટકાથી ઘટાડીને 6.50 ટકા કર્યો છે. એટલે કે હવે ગ્રાહકોએ લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડશે.

બેંક

તમને જણાવી દઈએ કે વ્યાજમાં આ ઘટાડો બેંક દ્વારા મર્યાદિત સમયગાળા માટે જ કરવામાં આવ્યો છે. બેંકે આ અંગે એક માહિતી આપી છે. બેંકે કહ્યું કે હોમ લોન પર વ્યાજનો નવો દર 30 જૂન, 2022 સુધી લાગુ રહેશે અને તે લોનના કિસ્સામાં લોન લેનારની સ્થિતિ એટલે કે તેમના CIBIL સ્કોર પર પણ નિર્ભર રહેશે.

બેન્કો

હોમ લોન પર 6.50 ટકા વ્યાજ

વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, BoBના જનરલ મેનેજર (હોમ લોન અને અન્ય રિટેલ પ્રોપર્ટીઝ) એચટી સોલંકીએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા કેટલાક મહિનાઓથી હાઉસિંગના વેચાણમાં તેજી જોઈ રહ્યા છીએ જેના પગલે ગ્રાહકોના હિતમાં મર્યાદિત સમયગાળા માટે 6.50 ટકાનો વિશેષ વ્યાજ દર ઓફર કરવામાં આવ્યો છે. ઉપરાંત, ગ્રાહકોએ કોઈ પ્રોસેસિંગ ફી ચૂકવવાની રહેશે નહીં.બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નવો વ્યાજ દર નવી હોમ લોન લેનારા ગ્રાહકો તેમજ અન્ય બેંકોમાંથી લીધેલી લોનને BOBમાં ટ્રાન્સફર કરનાર પર લાગુ થશે.

Related posts

અગત્યનું/ ITR ફાઇલ કર્યુ હોય તો તરત જ ઓનલા ચેક કરો તમારુ રિફંડ સ્ટેટસ, જાણો એકાઉન્ટમાં ક્યારે આવશે રૂપિયા

Bansari Gohel

સરકારી યોજના/ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરવા પર બમ્પર વળતર, આટલામાં મહિનામાં મળશે બમણી રકમ

Binas Saiyed

ફાયદાની વાત/ સરકારની આ સ્કીમમાં દર મહિને રૂ.12,500ના રોકાણ માટે 64 લાખ મળશે, જાણો સંપૂર્ણ ગણતરી

Binas Saiyed
GSTV