GSTV

“આ વખતે કોઈ ભૂલ નહીં થાય”, નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈને તાલિબાની આતંકીઓએ આપી જાનથી મારી નાખવાની ધમકી

Last Updated on February 18, 2021 by Pritesh Mehta

નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈને ફરી એક વખત પાકિસ્તાની તાલિબાની આતંકવાદીઓએ કથિત રીતે જીવથી મારી નાંખવાની ધમકી આપી છે. આજથી 9 વર્ષ પહેલા મલાલા પર જીવલેણ હુમલો કરનારા આતંકવાદીએ ટ્વીટરના માધ્યમથી તેને ધમકી આપી હતી. આતંકવાદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, “આ વખતે કોઈ ભૂલ નહીં થાય.”

મલાલા યુસુફઝઈ

મલાલા યુસુફઝઈએ ટ્વીટ કરી આપી જાણકારી

જો કે આ ધમકીભરી ટ્વીટ બાદ ટ્વીટરે પોસ્ટ અને તે એકાઉન્ટ બંનેને સ્થાયીરૂપથી ડિલીટ કરી દીધા છે. મલાલા યુસુઝઈએ પોતે જ ટ્વીટરના માધ્યમથી પોતાને મળેલી ધમકીની જાણ કરી હતી. આ સાથે જ તેણે પાકિસ્તાની સેનાના પ્રમુખ અને વડાપ્રધાન ઈમરાન ખાન બંનેને પોતાના પર હુમલો કરનારો આતંકવાદી એહસાનુલ્લાહ એહસાન કઈ રીતે સરકારી કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો તેવો સવાલ કર્યો હતો.

આ આતંકીએ આપી છે ધમકી

એહસાનુલ્લાહ એહસાનની 2017ના વર્ષમાં ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2020માં તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા રાખવામાં આવેલા તથાકથિત સુરક્ષિત ઘરમાંથી ભાગી ગયો હતો. એહસાનુલ્લાહ એહસાનની ધરપકડ અને તે ફરાર થઈ ગયો તે બંને ઘટનાઓને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે.

પાકિસ્તાની આર્મી સ્કૂલ પર હુમલાનો આરોપ

એહસાનુલ્લાહ એહસાન, પાકિસ્તાની તાલિબાન કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના એક લાંબા સમયના સદસ્ય તરીકે ઓળખાય છે. ધમકીભરી ટ્વીટમાં તેણે મલાલાને ઘરે પાછા આવવા કહ્યું હતું જેથી પોતે મલાલા અને તેના પિતા સાથેનો હિસાબ બરાબર કરી શકે. સાથે જ તેણે આ વખતે કોઈ ભૂલ નહીં થાય તેવી ચેતવણી પણ આપી હતી. એહસાનુલ્લાહ પર 2014ના વર્ષમાં પાકિસ્તાની સેનાની શાળા પર થયેલા હુમલાનો આરોપ છે જેમાં 134 બાળકોના મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IAS Success Story: સ્માર્ટ સ્ટડી અને ભારે મહેનતના પ્રતાપે પ્રેરણા સિંહ બની UPSC ટોપર, તેમની પાસેથી જ જાણો સક્સેસ ટિપ્સ

Pritesh Mehta

WhatsApp યુઝર્સ માટે લાવ્યું ખુશીના સમાચાર, ટૂંક સમયમાં જ જોવા મળશે એક નવું ફીચર

Zainul Ansari

Hair Care Tips : ઝડપથી વાળ સફેદ થઈ રહ્યા છે તો કરો આ કામ, વાળ થઇ જશે કાળા, જાડા અને મજબૂત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!