GSTV

તાલિબાનનો કોહરામ/ અફઘાનિસ્તાનમાં 85 ટકા વિસ્તાર પર કર્યો કબજો, પાકિસ્તાનને મજા પડી ગઈ

તાલિબાન

Last Updated on July 17, 2021 by Bansari

હિંદુસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં 90ના દશકામાં તાલિબાનોનું રાજ ચાલતું હતું. પરંતુ 9/11ના હુમલા બાદ અમેરિકાએ જ્યારે ઓસામાને શોધવા અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તાલિબાનની સલ્તનતને પણ ઉખાડીને ફેંકી દીધી હતી. છેલ્લા 20 વર્ષથી અમેરિકી સૈનિકો તાલિબાનને તબાહ કરવા માટે અફઘાનિસ્તાનમાં અડગ હતા. સમગ્ર વિશ્વ એમ વિચારતું હતું કે, ત્યાં અમેરિકાની ઉપસ્થિતિથી તાલિબાન તબાહ થઈ જશે પરંતુ અબજો ડોલર બરબાદ કરીને અને પોતાના હજારો સૈનિકોના મોત બાદ અમેરિકી સૈનિકો પાછા ફરી રહ્યા છે અને આ સાથે જ તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં પાછા આવી રહ્યા છે. આતંકવાદીઓ માટે હવે કાબુલ પણ દૂર નથી.

તાલિબાન

બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે અફઘાની લોકો બીજા દેશોમાં શરણાર્થી બનવા મજબૂર

જેનો ડર હતો તે જ બની રહ્યું છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની રૂખસત સાથે જ તાલિબાનનો કોહરામ ચાલુ થઈ ગયો છે. દરેક જગ્યાએ ગોળીઓનો વરસાદ, લૂંટફાટ, કબજો ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ અફઘાન આર્મી તાલિબાની ફાઈટર સામે સરેન્ડર કરવા મજબૂર બની છે.

અત્યાર સુધીમાં દેશના 85 ટકા કરતા પણ વધારે હિસ્સા પર તાલિબાની ફાઈટર્સે પોતાનો કબજો જમાવી દીધો છે અને તેઓ સતત કોમ્બિંગ કરીને કાબુલ તરફ આગળ વધી રહ્યા છે. જોકે પહેલેથી જ આનો અંદેશો હતો કારણ કે અમેરિકી સેનાની ઉપસ્થિતિના કારણે અફઘાન સેના કદી પોતાને એટલી મજબૂત બનાવી જ નહોતી શકી કે તે હથિયારો અને રણનીતિ મુદ્દે હાઈટેક બનેલા તાલિબાનનો મુકાબલો કરી શકે. આ બનવાનું જ હતું પરંતુ હવે ભવિષ્યમાં જે બનશે તેનાથી તમામ મધ્ય એશિયાઈ દેશ ચિંતામાં છે.

તાલિબાન

તાલિબાનના આ ખૂની ખેલ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન છેલ્લા અનેક વર્ષોથી અમેરિકી ફોજ અફઘાનિસ્તાનમાંથી પાછી ફરે તેની રાહ જોઈ રહ્યું હતું. કારણ કે, પાકિસ્તાનને ડર હતો કે જે રીતે અફઘાન સરકાર ભારત સાથે પોતાનો સંબંધ બનાવી રહી છે તેનાથી ભવિષ્યમાં તેમના માટે જોખમ વધી શકે છે. પરંતુ જો બાઈડનના નિર્ણય બાદ પાકિસ્તાનને મજા પડી ગઈ અને તેણે તાલિબાનને અફઘાન પર સંપૂર્ણ કબજો જમાવવા સમર્થન આપવાનું શરૂ કરી દીધું. આ સંજોગોમાં તાલિબાન માથું ઉંચકશે તે નક્કી જ હતું.

અમેરિકી સેના અફઘાનિસ્તાનમાંથી પૂરી રીતે પાછી નથી ફરી અને તાલિબાનનો ખૂની ખેલ ચાલુ થઈ ગયો છે. અફઘાનિસ્તાનમાં કુલ 20 રાજ્ય છે જેના 421 જિલ્લામાંથી ઓછામાં ઓછા અડધા પર તાલિબાને કબજો જમાવી લીધો છે. તાલિબાને 193 જિલ્લાઓ પર કબજો જમાવી લીધો છે અને 139 જિલ્લાઓમાં તાલિબાન અને અફઘાનિસ્તાનની આર્મી વચ્ચે સંઘર્ષ ચાલુ છે.

હવે માત્ર 75 જિલ્લાઓમાં જ અફઘાનિસ્તાન સરકારનું નિયંત્રણ બચ્યું છે. હાલ પણ અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં બોમ્બમારો થઈ રહ્યો છે. બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે અફઘાની લોકો બીજા દેશોમાં શરણાર્થી બનવા મજબૂર થઈ રહ્યા છે. તાલિબાન બહુ જલ્દી પોતે કાબુલ પર કબજો જમાવી લેશે તેવો દાવો પણ કરી રહ્યું છે.

Read Also

Related posts

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah

તમે વિચાર્યા પણ નહીં હોય એટલાં ગુજરાતી માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં છે કેદ, સરકારે આપ્યો આ જવાબ

Dhruv Brahmbhatt

ખેડૂતો આનંદો / રાજ્ય સરકારની મહત્વની જાહેરાત, આ તારીખથી ટેકાના ભાવે શરૂ કરાશે મગફળીની ખરીદી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!