GSTV

પંજશિર પર કબ્જો / તાલિબાનો કરી રહ્યા છે દાવો કે પંજશિર આવી ગયું છે તેમના શિકંજામાં, કરશે હવે પુરા અફઘાન પર રાજ

પંજશીર

Last Updated on September 5, 2021 by Zainul Ansari

આખા અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો હોવા છતાંપણ એક એવો વિસ્તાર હતો કે, જે તાલિબાનના કબ્જા હેઠળ નહોતો આવ્યો પરંતુ, હાલ સૂત્રો તરફથી એવા સમાચાર મળી રહ્યા છે કે, તાલિબાન હવે આ વિસ્તાર પર પણ કબ્જો કરી ચુક્યા છે. તાલિબાને હાલ દાવો કર્યો હતો કે, પંજશીર પણ હાલ તેમના શિકંજામાં આવી ચૂક્યું છે. તાલિબાનના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે, પંજશીરમાં દરેક જિલ્લા મથકો, પોલીસ મુખ્યાલયો અને તમામ કચેરીઓ પર કબજો કરવામાં આવ્યો છે.

પંજશિર

પંજશીરમાં તાલિબાન સામેના સંઘર્ષનું નેતૃત્વ કરી રહેલા નોર્ધન એલાયન્સ તરફથી હાળ કોઈપણ પ્રકારનું નિવેદન આવ્યું નથી. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યાના લગભગ 20 દિવસ સુધી તાલિબાન પંજશીર પર કબજો મેળવી શક્ય નહોતા. પંજશીરના શેર અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદની આગેવાની હેઠળના લડવૈયાઓએ તાલિબાનના પંજશીર પહોંચવાના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

પંજશીરમાં અહમદ મસૂદના લોકો અને તાલિબાનવચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. નોર્ધન એલાયન્સે મોટી સંખ્યામાં તાલિબાનને મારી નાખ્યા હોવાના દાવા કર્યા હતા. આવનાર સમય દરમિયાન તાલિબાને પંજશીરમાં ગવર્નર હાઉસ પર કબ્જો કર્યો હોવાનો દાવો કર્યો હતો. તાલિબાને હાલ પંજશીર પર કબ્જો કરવાની ઉજવણી માટે આખા દેશમા હવાઈ ગોળીબાર પણ કર્યો હતો. તાલિબાનોના ગોળીબાર માં અનેક લોકો માર્યા ગયા હતા.

પંજશિર

જોકે, અહમદ મસૂદે તાલિબાનના આ દાવાને નકારી કાઢ્યો હતો. અહમદ મસૂદે દાવો કર્યો હતો કે તેમનો પંજશીર પર ફક્ત અંકુશ છે. અહમદ મસૂદે જણાવ્યું હતું કે, જે દિવસે તાલિબાન પંજશિર પર વિજય મેળવશે તે દિવસે ખીણમાં તેમનો છેલ્લો દિવસ હશે. અફઘાનિસ્તાનના સ્વઘોષિત કાર્યકારી રાષ્ટ્રપતિ અહમદ સાલેહે પણ હાલ પંજશીરમાં આશ્રય લીધો છે. અહમદ મસૂદના લોકો પંજશીરની સુરક્ષા માટે સમુર્ણ રીતે સજ્જ છે.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!