તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબ્જા બાદ ત્યાંથી લોકો સતત નીકળી રહ્યાં છે. અમેરિકા અને અન્ય નાટો દેશની સેનાઓ દ્વારા અફઘાનિસ્તાન લગભગ છોડી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી રેસ્ક્યુ મિશનના કારણે મોટી સંખ્યામાં આ દેશોના સૈનિક કાબુલ એરપોર્ટ પર છે. આ દરમિયાન હવે તાલિબાનએ અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે.

અમેરિકાના સૈનિકો પરત ફરવામાં વાર લગાડશે તો તેનું પરિણામ ભોગવવું પડશે : તાલિબાન પ્રવક્તા
તાલિબાનના પ્રવક્તા સોહેલ શાહીનએ સોમવારના કતારમાં નિવેદન આપ્યું છે કે, ‘જો અમેરિકાના સૈનિકો પરત ફરવામાં વાર લગાડશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. તાલિબાન દ્વારા 31 ઓગસ્ટ અંતિમ ડેડલાઇન આપવામાં આવી છે.’
તાલિબાનની આ ધમકી ત્યારે આવી કે જ્યારે એક તરફ તે દુનિયાના દેશોને સુરક્ષા આપવાની વાત કરી રહી છે અને તમામએ પોતાની એમ્બેસીને ચાલુ રાખવાનું કહી રહ્યાં છે. પરંતુ એવામાં અમેરિકાને ડેડલાઇનની અંદર દેશ છોડવાની ચેતવણી આપી દેવામાં આવી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન 31 ઓગસ્ટે અફઘાનિસ્તાન છોડવાની વાત કહી ચૂક્યાં છે
તાલિબાને ડાયરેક્ટ અમેરિકાને ધમકી આપી દીધી છે. તાલિબાને કહ્યું કે, ‘જો બાઈડન સરકારે અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને ના બોલાવ્યા તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.’ તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે, ‘અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન 31 ઓગસ્ટે અફઘાનિસ્તાન છોડવાની વાત કહી ચૂક્યાં છે. બાઈડને પોતાની વાત પરથી પીછેહઠ કરવાનો કોઈ અર્થ નથી.’

તાલિબાને સ્પષ્ટ કહ્યું કે, ’31 ઓગસ્ટ કરતા એક દિવસ પણ વધારાનો સમય મળશે નહીં. જો 31 ઓગસ્ટ કરતા એક દિવસ પણ વધારાનો અમેરિકા અને બ્રિટન માંગે છે તો તેનો જવાબ ના જ હશે અને સાથે જ ગંભીર પરિણામ પણ ભોગવવા પડશે.’
તાલિબાનના કબ્જા બાદ કાબુલ એરપોર્ટ પર નિરાશાનો નજારો
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદથી કાબુલ એરપોર્ટ પર નિરાશાનો નજારો જોવા મળી રહ્યો છે. લોકો તાલિબાનથી બચવા માટે બધું જ છોડીને પોતાના જીવને જોખમમાં નાખવા માટે તૈયાર છે. જ્યારે આ મુદ્દે તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીનને પૂછવામાં આવ્યુ તો તેમણે આ વાતને ફગાવી દીધી.
તેમણે કહ્યું કે, ‘હું તમને વિશ્વાસ અપાવું છું કે આ ચિંતિત અથવા ડરવા વિશેનું નથી. તે પશ્ચિમી દેશમાં રહેવા ઈચ્છે છે. કેમ કે અફઘાનિસ્તાન એક ગરીબ દેશ છે અને અફઘાનિસ્તાનના 70 ટકા લોકો ગરીબી રેખા નીચે રહે છે. તેથી દરેક પશ્ચિમી દેશમાં એક સમૃદ્ધ જીવન માટે વસવા ઈચ્છે છે. આ ડર વિશે નથી.
READ ALSO
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે
- Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ