GSTV

LIVE: તાલિબાનોની ક્રૂરતા / જલાલાબાદમાં કર્યું અંધાધૂંધ ફાયરિંગ, ઝંડાને લઇ પ્રદર્શનકારીઓ કરી રહ્યાં હતાં પ્રદર્શન

Last Updated on August 18, 2021 by Dhruv Brahmbhatt

અફઘાનિસ્તાનમાં બગડતા હાલત વચ્ચે ભારત સહિત અનેક દેશો દ્વારા પોતાના લોકોને નીકાળવાનો પ્રયત્ન હાલમાં શરૂ છે. ભારતે ગઇ કાલે મંગળવારના રોજ અનેક લોકોને અફઘાનમાંથી ભારત લઇ આવ્યાં હતાં. ત્યારે હજુ પણ આ મિશન શરૂ છે. બીજી બાજુ તાલિબાનએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિશ્વને એવી અપીલ પણ કરી છે કે, તેઓનિ સરકારને માન્યતા આપવામાં આવે. ત્યારે તમને જણાવી દઇએ કે, કાબુલ એરપોર્ટ પર હજુ પણ હાલત ખરાબ છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં એકત્ર થયાં છે. મોટી સંખ્યામાં મહીલાઓ, બાળકો અને અન્ય લોકો દેશ છોડવાની આશાએ ત્યાં બેસી રહ્યાં છે.

કાબુલમાં હામિદ કરજઇને સાથે તાલિબાની નેતાએ કરી મુલાકાત

બુધવારના રોજ કાબુલમાં તાલિબાની નેતાઓએ હામિદ કરજઇ સાથે મુલાકાત કરી. તાલિબાન તરફથી અનસ હક્કાનીએ આ બેઠકની આગેવાની કરી હતી. જ્યારે હામિદ કરજઇ સિવાય અબ્દુલ્લાહ અબ્દુલ્લાબ પણ બેઠકમાં હાજર રહ્યાં. તાલિબાનએ હામિદ કરજઇને દોહામાં થનારી બેઠકમાં બોલાવ્યાં છે. જ્યાં સરકાર બનાવવાને લઇને ચર્ચા થશે.

જલાલાબાદમાં તાલિબાનોએ કર્યું ફાયરિંગ

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં તાલિબાનો દ્વારા જાહેર માર્ગ પર ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું છે. અહીંયા લોકો દ્વારા અફઘાનિસ્તાના રાષ્ટ્રીય ઝંડાને ઓફિસો પર લગાવવાની માંગ કરવામાં આવી રહી હતી. એ જ સમયે અહીંયા થઇ રહેલાં પ્રદર્શનમાં રસ્તા પર ભારે ભીડ જમા થઇ ગઇ હતી અને જેથી તેને વેર-વિખેર કરવા તાલિબાનોએ ફાયરિંગ કરી દીધું.

કાબુલમાં ઘરે-ઘરે જઇને લોકોને ઉઠાવી રહ્યાં છે તાલિબાનો

એક ન્યુઝ એજન્સી દ્વારા મળતી માહિતી અનુસાર, તાલિબાનો કાબુલમાં લોકોના ઘરે-ઘરે જઇને લોકોને ઉઠાવી રહ્યાં છે અને ત્યાર બાદ તેઓનો કોઇ જ પત્તો હાથ નથી લાગી રહ્યો.

આ સિવાય અનેક અન્ય એવાં પૂર્વ સૈનિકોએ પણ અપીલ કરી છે કે, અમેરિકાએ અફઘાનીઓને એકલા ના મૂકવા જોઇએ. વર્લ્ડ રિલિફના વાઇસ પ્રેસિડેન્ટ જેની યાંગનું કહેવું છે કે, એક પણ અફઘાનીને એ જમીન પર છોડી મૂકવા ખૂબ જ જોખમકારક રહેશે.

afghan taliban

અમેરિકી સેનાને અફઘાનિસ્તાનથી પરત લઇ જવા મામલે જો બાઇડન અડગ

તમને જણાવી દઇએ કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પહેલાં પણ કહી ચૂક્યાં છે કે, તેઓની અમેરિકી સેના 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનથી પરત આવી જશે અને તેઓ પોતાના નિર્ણય પર અડગ છે. એવામાં તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનની હાલત જોઇને વિશ્વ સતત અમેરિકાના આ નિર્ણયની નિંદા કરી રહ્યું છે. અમેરિકાનું હાલમાં સંપૂર્ણ ફોકસ કાબુલમાંથી પોતાના લોકો અને મિત્ર દેશોના નાગરિકોને નીકાળવા પર છે. અમેરિકી ફોર્સેએ કાબુલ એરપોર્ટને પોતાના કબ્જામાં લઇ લીધું છે અને ત્યાંના નાગરિકો અને ફ્લાઇટ્સને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

salima mazari

અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા ગવર્નર તાલિબાનોના કબ્જે

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન એક તરફ સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ તેણે પોતાના અસલી રંગો દેખાડવાનું શરૂ કરી દીધું છે. મળતા અહેવાલ અનુસાર, સલિમા મઝારીને તાલિબાનોએ પકડી લીધી છે. સલિમા અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા ગવર્નર છે, જેને તાજેતરના ભૂતકાળમાં તાલિબાન સામે અવાજ ઉઠાવ્યો છે.

તમને જણાવી દઈએ કે, સલિમા મઝારીએ તાલિબાન સામે લડવા હથિયાર ઉપાડવાનો નિર્ણય કર્યો હતો. મળતી માહિતી મુજબ, છેલ્લા સમય સુધી સલીમા તાલિબાન સામે સતત લડતી રહી.

મળતી જાણકારી અનુસાર, કાબુલ એરપોર્ટ પર ભીડના કારણે મચેલી ભારે ભાગદોડમાં અંદાજે 40 લોકોનાં મોત નિપજ્યાં છે. એરપોર્ટ પાસે અનેક લોકો એવાં પણ છે કે, જેઓની પાસે ના તો વીઝા છે અને ના તો પાસપોર્ટ પરંતુ તેઓ કોઇ પણ રીતે દેશની બહાર નીકળવા માંગે છે.

ભારત દૂતાવાસ સ્ટાફને અફઘાનમાંથી લાવી આવ્યું, હવે પ્રજાને નીકાળવા પર ફોકસ

ભારત ગઇ કાલે મંગળવારના રોજ કાબુલથી પોતાના અંદાજે 120 લોકોને ભારત પરત લાવવામાં સફળ નીવડ્યું છે. અત્યાર સુધી 150 લોકોને પરત લાવવામાં આવ્યાં છે. જેમાં અફઘાનિસ્તાનમાં રહેલા ભારતના રાજદૂત પણ સામેલ છે. હવે ભારતનું ફોકસ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને નીકાળવા પર છે.

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ગઇ કાલના રોજ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટીની બેઠક યોજાઇ હતી. વડાપ્રધાનએ ભારતીયોને સુરક્ષિત નીકાળવાના નિર્દેશ આપ્યાં છે. આ સાથે અફઘાનના લોકોને મદદ કરવાનું પણ કહ્યું છે. કાબુલમાં હાલમાં પણ 1650 ભારતીયો ફંસાયેલા છે. જેઓએ દૂતાવાસમાં મદદની ગુહાર કરી છે.

READ ALSO

Related posts

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!