GSTV

Taliban, Al-Qaeda, ISIS-K, Islamic State : આ બધા આતંકી સંગઠનો એક જ કે નોખાનોખા? કોણ દોસ્ત, કોણ દુશ્મન?

taliban

Last Updated on September 3, 2021 by Lalit Khambhayata

અફઘાનિસ્તાન અત્યારે તાલિબાનોના કબજામાં છે. એમાં વળી અલકાયદા અને આઇસીસ-કે નામનું આતંકી સંગઠન પણ ચર્ચામાં આવ્યું છે. આમ તો જગતમાં અનેક આતંકી સંગઠનો છે અને વિવિધ દેશો મુજબ નાના-મોટા નવા નવા સંગઠનો સર્જાતા રહેતા હોય છે. Taliban, Al-Qaeda, ISIS-K, Islamic State એ ચાર સંગઠનો અત્યારે હાહાકાર મચાવી રહ્યા છે એમની ઓળખ મેળવીએ.

તાલિબાન     

તાલિબાન જાણીતુ સંગઠન બન્યુ છે કેમ કે આ પહેલા 1991થી લઈને 2001 સુધીના પાંચ વર્ષ દરમિયાન અફઘાનિસ્તાનના કેટલાક પ્રાંતો પર તેમનું રાજ હતું. એ પછી અમેરિકાના આક્રમક વલણને કારણે તાલિબાનો આડા-અવળા થઈ ગયા હતા. હવે અમેરિકાએ અફઘાનિસ્તાન ખાલી કર્યું એટલે ફરીથી તાલિબાન સત્તા પર આવ્યા છે. હવે આગામી દિવસોમાં ફરીથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન શરૃ થશે. પાશ્તો ભાષામાં તાલિબાન શબ્દનો અર્થ સ્ટુડન્ટ એવો થાય છે. 1970 પછી રશિયા અને અફઘાનિસ્તાનના સબંધો મધુર બનવા લાગ્યા. અમેરિકાને એ પસંદ ન હતું. એટલે રશિયા સામે લડનારા સંગઠનોને અમેરિકાએ મદદ કરવાની શરૃઆત કરી. એ છૂટપૂટ સંગઠને આગળ જતા તાલિબાન એવી ઓળખ મેળવી. અમેરિકાએ તાલિબાનોને મદદ કરવાનું કામ પાકિસ્તાની નેતા નસરુદ્દીન બાબરને સોંપ્યુ હતું, જેથી અમેરિકા સીધું ચિત્રમાં આવે નહીં. રશિયાએ ખાલી કરેલા અફઘાનિસ્તાન પર ધીમે ધીમે તાલિબાનોનો પેસારો વધતો ગયો.

2001માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલ-કાયદાના આતંકીઓ પર હુમલો શરૃ કર્યો પછી તાલિબાનો ચિત્રમાંથી ખસી ગયા. ગુપ્તવાસમાં જતા રહ્યા અને 20 વર્ષ ત્યાં જ રહ્યા. હવે ફરીથી સત્તાના કેન્દ્રમાં આવ્યા છે. અત્યારે તાલિબાનો સત્તામાં આવી રહ્યા છે, ત્યારે ચીન સહિતના દેશો તેની સરકારને માન્યતા આપવા તૈયાર છે. એટલે કે તાલિબાનોને જ અફઘાનિસ્તાનના સત્તાધિશો તરીકે માન્ય રાખવામાં ચીન જેવા દેશોને કશો વાંધો નથી. 1996થી 2001 દરમિયાન તાલિબાની સત્તા હતી ત્યારે પાકિસ્તાન સહિત માત્ર ચાર દેશોએ જ તાલિબાની સરકારને માન્યતા આપી હતી. એક તબક્કે તાલિબાનોએ શાંતિની વાતો કરતા અમેરિકાએ (ભારતની હાજરીમાં) વાટાઘાટો પણ શરૃ કરી હતી. ટ્રમ્પ સરકાર અને તાલિબાનો વચ્ચે 2020માં સંધિ પણ થઈ હતી.

અલ કાયદા

તાલિબાન એ સરકાર ચલાવતુ સંગઠન હોવાથી દેશ-દુનિયામાં તેની થોડી આબરુ થઈ હતી. આજે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવા સંગઠનો અને ભારત સહિતના દેશો તાલિબાનો સાથે વાટાઘાટો કે વાતચીત કરી રહ્યા છે. પણ અલ-કાયદા એ આતંકી સંગઠન જ છે. જગતને આ સંગઠનની ઓળખ 2001માં મળી જ્યારે અલ-કાયદાના આગેવાન ઓસામા બિન લાદેને અમેરિકા પર હુમલો કર્યો. તપાસ કરતાં જણાયુ કે તાલિબાની રાજમાં વિકસેલું સંગઠન અલ-કાયદા છે. અલ-કાયદાને ઠાર કરવા અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલા કર્યા અને ઘણા આતંકીઓને ઘૂળ ચાટતા પણ કરી દીધા.

kashmiri youth joining army

અલ-કાયદાની ઈચ્છા જગતમાં જ્યાં જ્યાં ઈસ્લામીક શાસન હતું ત્યાં એ પાછુ લાવવાની છે અને એ માટે તેમણે આતંકી રસ્તો અપનાવી લીધો છે. તાલિબાનોએ શાસનમાં આવ્યા પછી સ્પષ્ટ કર્યું કે કાશ્મીર પ્રશ્નમમાં તેમને રસ નથી, એમાં દખલ નહીં કરે. જ્યારે અલ-કાયદાનો સ્પષ્ટ ઈરાદો કાશ્મીરને ભારતથઈ આઝાદ કરાવી ત્યાં ઈસ્લામીક સત્તા સ્થાપવાનો છે. 2014માં જ કાયદાના નેતા અલ ઝવાહીરીએ કાશ્મીરમાં ઝેહાદની જાહેરાત કરી હતી.

લાદેને એક સમયે આફ્રિકી દેશ સુદાનમાં આશરો લીધો હતો. અત્યારે અમેરિકાના બ્લેક હોક ડોન હેલિકોપ્ટર તાલિબાનોના કબજામાં છે. 1993માં સોમાલિયાના પાટનગર મોગાદીશુમાં અમેરિકા એક આતંક વિરોધી ઓપરેશન કરી રહ્યું હતું. એ વખતે બ્લેક હોક હેલિકોપ્ટર દ્વારા અમેરિકી કમાન્ડરો હુમલો કરવા ગયા હતા. પણ એ હેલિકોપ્ટર જ તોડી પડાયું હતું. એ પરાક્રમ અલ-કાયદાએ કર્યુ હોવાની જાહેરાત થઈ હતી. એ હુમલામાં અમેરિકાના 18 નાગરિકો મરાયા હતા. અત્યારે અલ કાયદા 50થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. અલ-કાયદાએ સૌથી વધારે હુમલા અમેરિકાને ટાર્ગેટ બનાવીને કર્યા છે.

આઈસિસ

ઇસ્લામિક સ્ટેટ અથવા આઈસિસ સંગઠન છેલ્લા દાયકામાં ચર્ચામાં આવ્યું હતું અને થોડા વર્ષોમાં જ એ સંગઠને સિરિયાના ઘણા પ્રાંતો પર કબજો જમાવી લીધો હતો. ઈરાકમાં પણ આ સંગઠને આતંક મચાવ્યો હતો. સિરિયાનું મોસુલ શહેર કબજે લીધું એ સાથે જ જગતને આ સંગઠનનો પરિચય થયો હતો. ઈરાક-સિરિયાથી શરૃઆત કરી હોવાથી આ સંગઠન ઈરાકના અલ કાયદા તરીકે પણ ઓળખાય છે. આ સંગઠને સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરી પોતાનો પ્રચાર-પ્રસાર મજબૂત કર્યો હતો. યુટ્યુબ. ટ્વિટર અને વોટ્સઅપનો ઉપયોગ કરી પોતાની કલુષિત વિચારધારા આ સંગઠને સર્વત્ર ફેલાવી હતી. આ સંગઠનની બીજી એક વિશેષતા એ દેખાઈ કે ઘણા દેશોમાંથી યુવાનોએ આઈસીસીમાં જોડાવવા ઘર-બાર છોડી દીધા. ભારતમાંથી પણ કેટલાક યુવાનો આઈસીસ સુધી પહોંચ્યા છે.

ISIS-K

આઈસીસમાંથી વળી હવે એક સંગઠન નોખુ પડ્યું જે આઈસીસી-કે (ખોરાસન) તરીકે ઓળખાય છે. આ સંગઠન પોતાને આઈસીસથી અલગ ગણાવે છે. મુખ્ય કર્મભૂમિ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બનાવી ત્યાં આઈસીસ-કે આતંક મચાવવા માંગે છે. તાલિબાનોને આઈસીસ-કે સાથે બહુ સારા સબંધો નથી. કેમ કે આઈસીસ-કે અત્યંત ઘાતકી આતંકી હુમલા કરે છે. વળી તાલિબાનોને મળતા નાણા રોકવાનો આઈસીસે પ્રયાસ કર્યો હતો. તાલિબાનોએ પોતાનો વિસ્તાર ખાલી કરવા અને અફઘાનિસ્તાનથી દૂર રહેવા આઈસીસને કહ્યું પણ તેઓ માન્યા ન હતા. માટે તાલિબાનોને સ્પષ્ટ રીતે આઈસીસ સાથે દુશ્મની છે.

અન્ય આતંકીઓની જેમ આઈસીસ પર પણ અમેરિકાના હુમલા ચાલુ છે. જ્યાં આઈસિસના આતંકી હોવાની જાણ મળે ત્યાં અમેરિકા તેમને ધમરોળવા પહોંચી જાય છે. 2020ના જુલાઈમાં સોમાલિયામાં એર સ્ટ્રાઈક કરી આઈસીસના આતંકીઓને અમેરિકાએ ખતમ કર્યા હતા. આ સંગઠને આક્રમક શરૃઆત કરી હતી અને હવે ઘણુ નબળું પડી ગયું છે. તેણે કબજે કરેલુ મોસુલ શહેર અને અન્ય વિસ્તારો ફરી મુક્ત કરી દેવાયા છે.

Related posts

ચેતવણી / AMC અને GPCBને હાઇકોર્ટની ફિટકાર, 200 કરોડ ખર્ચ કર્યા છતાં કેમ સાબરમતીની આવી હાલત!

Dhruv Brahmbhatt

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!