GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

માઠી અસર / રાજ્યના તલાટીઓ હડતાળ પર ઉતરતા લોકોની ભારે હાલાકી, જન્મ-મરણના દાખલા માટેની કામગીરી અટકી

તલાટી

રાજ્યના તલાટી કમ મંત્રીઓ 2 ઓગસ્ટથી પડતર માગોને લઈને આંદોલન પર ઉતરી ગયા છે. જેના કારણે રાજ્યમાં જન્મ અને મરણના દાખલાનું કામ અટકી પડયું છે. હડતાલના કારણે પ્રજાને જન્મ અને મરણના સર્ટી લેવા માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જો કે સમગ્ર મામલો રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આવતા તેમને વહેલી તકે તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પંચાયત વિભાગને સુચના આપી છે.

તલાટી

જો કે નાણાં વિભાગનો પ્રશ્ન હોવાના કારણે નાણાં વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ પંચાયત વિભાગ નિર્ણય કરશે. જો કે હાલ સરકારનું સમગ્ર વહીવટી તંત્ર આઝાદી કા અમૃત મહોત્સવની કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે તલાટીના પડતર પ્રશ્નો મામલે કોઇ યોગ્ય નિર્ણય લેવાયો નથી. પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સરકાર આગામી દિવસોમાં આ મામલે બેઠક કરશે અને ત્યારબાદ તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ બાકી રહ્યું કે સરકાર તલાટીના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવશે?

તલાટીઓના પડતર પ્રશ્નો

  • ૨૦૦૪-૦૫ ભરતીના તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ કરવા
  • સર્કલ ઇન્સપેક્ટર- વર્ગ-૩ની જગ્યાઆેની વિસ્તરણ અધિકારી પંચાયત, વર્ગમાં અપડેટ કરવામાં આવતા ૨૦૧૬ ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા બાબત તથા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ લેવા માટે પરીક્ષા રદ કરવા બાબત
  • રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા બાબત અથવા તો જોબચાર્ટ અલગ કરવા
  • ૧ જાન્યુઆરી ૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવા બાબત
  • પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને નહીં સોંપવા અંગે અને વધારાનું ખાસ ભથ્થુ આપવા બાબત

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah

જે કોઈ લોકો કાયદામાં રહેશે,તે લોકો જ ફાયદામાં રહેશે, કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો

pratikshah
GSTV