GSTV
Home » News » 1 તારીખ પહેલા તલાટી પાસે તમારા બધા કામ પુરા કરી દેજો બાકી ભટકવું પડશે

1 તારીખ પહેલા તલાટી પાસે તમારા બધા કામ પુરા કરી દેજો બાકી ભટકવું પડશે

આગામી તારીખ 1લી ઓક્ટોબરથી રાજ્યમાં ગ્રામ્ય સ્તરે વહીવટી કાર્ય ઠપ્પ થઇ જશે. વિવિધ પડતર માંગણીઓને પગલે પંચાયત વિભાગના તલાટીઓ 1લી ઓક્ટબરથી હડતાળ પર ઉતરશે. જેના કારણે વહીવટી કાર્ય ઠપ્પ થાય તેવી શક્યતા છે. તલાટીઓએ દરેક જિલ્લાના પ્રાંત અધિકારી અને સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ પડતર માંગણીઓનો કોઇ ઉકેલ ન આવતા રાજ્યના અંદાજે 10 હજારથી વધુ તલાટીઓ હડતાળ પર ઉતરી જશે. તલાટીઓ અલગ-અલગ પ્રકારે વિરોધ વ્યક્ત કરી પડતર માંગણીઓ મુદ્દે સરકારને ઢંઢોળશે.

 

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!