GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: તલાટી કમ મંત્રીના પદો પર થશે ભરતી, ફટાફટ ચેક કરો ડિટેલ

GAIL

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર પર સીધી ભરતી કરવામાં આવશે. તેના માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન અરજી કરી શકે છે.

3,437 જગ્યાઓ ભરશે ગુજરાત સરકાર :

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે આજરોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તેના મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત :

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આપેલી જાહેરાત મુજબ ઉમેદવાર પાસે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનું પાસ થયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારનું ગુજરાતી અને હિન્દી બંને ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

RCF

ફીસ :

જાહેરાતમાં જણાવ્યા મુજબ ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા પલ્સ બેન્કિંગ ચાર્જીસ અરજીની ફીસ સ્વરૂપે ચૂકવવાના રહેશે. બાકીના લોકોએ કોઈપણ પ્રકારની ફીસ ચુકવવાની રહેશે.

વયમર્યાદા :

જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારની ઉમર 18 વર્ષથી નાની ના હોવી જોઈએ તથા 36 વર્ષથી મોટી ના હોવી જોઈએ. આ ઉપરાંત મહત્તમ વયમર્યાદા 45 ને ધ્યાનમાં રાખીને અનામત વર્ગના લોકોને વયમર્યાદામાં થોડી છૂટછાટ આપવામાં આવે છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઇ શકો છો.

Read Also

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV