GSTV
Gujarat Government Advertisement

તલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે દરરોજ પાંચ હજારથી લઈને દસ હજાર કેરીના બોક્સની આવક, યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની ચિંતા વધી

Last Updated on May 16, 2020 by

જુનાગઢના તલાલામાં છેલ્લા ઘણા દિવસથી કેરીની આવક પુષ્કળ પ્રમણામાં થઈ રહી છે અને તલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે દરરોજ પાંચ હજારથી લઈને દસ હજાર કેરીના બોક્સની જંગી આવક થઈ રહી છે. દર વર્ષે કેરીની શરૂઆતમાં 10 કિલોના બોક્સના એક હજારથી લઈને 1500 સુધીના ભાવ રહેતા હોય છે. પરંતુ આ વર્ષે આ વર્ષે 300 થી લઈને 700 સુધીના ભાવ છે. કારણકે રેડ ઝોનમાંથી કેરીનો પાક માર્કેટીંગ યાર્ડ સુધી આવી નથી રહ્યો. ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા જેથી તેમની હાલત હાલ કફોળી બની છે.

ખેડૂતોને કેરી ઉત્પાદન પર બેવડો માર સહન કરવાનો વારો આવ્યો

ગત વર્ષે જૂનાગઢમાં 2 લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. પરંતુ આ વર્ષે સવા લાખે મેટ્રિક ટન ઉત્પાદન થાય તેવી બગાયતી ખેતી વિભાગના અધિકારીઓની આશા છે. ગયા વર્ષે કેરીની અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવી હતી.પરંતુ આ વર્ષે તે ખૂબજ કઠિન છે. બાગાયતી પાકમાં ખેડૂતોને વીમા કવચ પણ મળતું નથી. જેથી ખેડૂતોએ ઓછું ઉત્પાદન અને ઓછો ભાવ છે. પરિણામે આ વર્ષે ખેડૂતોને કેરી ઉત્પાદન પર બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!