GSTV
Gujarat Government Advertisement

તાળાબંધી / જાણી લો દેશના ક્યા રાજ્યોમાં છે પૂર્ણ લોકડાઉન અને ક્યા રાજ્યો આંશિક બંધ, કોરોનાએ હાલત કરી ખરાબ

Last Updated on May 8, 2021 by Karan

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના કાબુમાં લેવા દેશના વિવિધ રાજ્યો લોકડાઉનનો સહારો લઈ રહ્યા છે. જોકે ગયા વર્ષની જેમ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું નથી. લોકડાઉનનો નિર્ણય રાજ્યો પર છોડવામાં આવ્યો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસનાઅહેવાલ પ્રમાણે 14 રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન છે, જ્યારે બાકીના 16 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. આંશિક લોકડાઉન ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતના તમામ પડોશી રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન છે.

લોકડાઉન

આંશિક લોકડાઉન ધરાવતા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશ

 • જમ્મુ-કાશ્મીર
 • લદ્દાખ
 • ઉત્તરાખંડ
 • ગુજરાત
 • તમિલનાડુ
 • આંધ્રપ્રદેશ
 • તેલંગાણા
 • પશ્ચિમ બંગાળ
 • સિક્કિમ
 • અરૃણાચલ
 • આસામ
 • ત્રિપુરા
 • મેઘાલય
 • મિઝોરમ
 • મણિપુર
 • નાગાલેન્ડ
 • ગોવા

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિ આયોગના સદસ્યએ કહ્યું કે, રાજ્ય સરકારોને પહેલેથી જ સ્થાનિક સ્થિતિના આધાર ઉપર 10 ટકાથી વધારે પોઝિટિવિટી રેટના આધારે જિલ્લાવાર પ્રતિબંધો લગાવવાની સલાહ આપવામાં આવી છે. અનેક રાજ્યોએ પહેલેથી જ પોતાના ત્યાં લોકડાઉન, કર્ફ્યુ, નાઈટ કર્ફ્યુ, વીકેન્ડ લોકડાઉન જેવા પગલા ભરેલા છે ત્યારે સંપૂર્ણ લોકડાઉનની ચર્ચા પણ થઈ રહી છે. મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યોમાં પ્રતિબંધો લાગુ છે.

corona

સંપૂર્ણ લોકડાઉન ધરાવતા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશ

 • હિમાચલ પ્રદેશ
 • પંજાબ
 • હરિયાણા
 • દિલ્હી
 • રાજસ્થાન
 • ઉત્તર પ્રદેશ
 • મધ્ય પ્રદેશ
 • મહારાષ્ટ્ર
 • કર્ણાટક
 • કેરળ
 • ઓડિશા
 • છતીશગઢ
 • ઝારખંડ
 • બિહાર


ઉત્તર-પૂર્વના સાતેય રાજ્યો, તેના પડોશી બે રાજ્યો બંગાળ અને સિક્કીમમાં પણ આંશિક લોકડાઉન છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં કેસ પહેલેથી ઓછા છે. બંગાળમાં ચૂંટણી પછી હવે કેસ વધી રહ્યા છે. ત્યાં એક્ટિવ કેસની સંખ્યા વધીને સવા લાખે પહોંચવા આવી છે.
કેરળમાં અત્યાર સુધી આંશિક લોકડાઉન હતું પરંતુ હવે ત્યાં પણ 8થી 16 મે સુધીના પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. કેરમાં એક્ટિવ કેસની સંખ્યા પોણા ચાર લાખે પહોંચતા સરકારે આ નિર્ણય લીધો હતો.

ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી

ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે ત્યારે શું ભારત સરકાર સંપૂર્ણ લોકડાઉન લગાવવા વિચાર કરી રહી છે તેવો સવાલ થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આવી કોઈ સંભાવનાનો ઈનકાર નથી કરવામાં આવ્યો. નીતિ આયોગના સદસ્ય વીકે પૉલે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નેશનલ લોકડાઉનના ઓપ્શન અંગે ચર્ચા ચાલી રહી હોવાની માહિતી આપી હતી.

વીકે પૉલ નેશનલ કોવિડ-19 ટાસ્ક ફોર્સના હેડ છે એ કારણે પણ તેમનું નિવેદન મહત્વનું બની રહે છે. તેમણે કહ્યું હતું કે, ‘વર્તમાન સ્થિતિને લઈ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સાથે જ જો પ્રતિબંધોની વાત કરીએ તો જો આકરા પ્રતિબંધોની જરૂર પડશે તો હંમેશા ઓપ્શન પર ચર્ચા થાય છે, આ સંજોગોમાં જે નિર્ણયની જરૂર પડશે તે લેવામાં આવશે.

કોરોના

સંપૂર્ણ લોકડાઉનની માંગ

કોરોનાની બીજી લહેરની અસરને પગલે છેલ્લા કેટલાક દિવસથી રાજકીય દળો ઉપરાંત નિષ્ણાંતો દ્વારા નેશનલ લોકડાઉનની માંગ થઈ રહી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી ચુક્યા છે.

ત્રીજી લહેરની ચેતવણી

દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે નિષ્ણાતોએ ત્રીજી લહેરને લઈ ચેતવણી આપી દીધી છે. ભારત સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકશે તે નિશ્ચિત છે તેમ કહ્યું હતું. આ સંજોગોમાં જો બીજી લહેર વખતે જ દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે તો ત્રીજી લહેરનો સામનો કઈ રીતે કરીશું તેવો સવાલ થઈ રહ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!