GSTV

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ટ્રાફિક પોલીસ વિભાગે વધુ બે રસ્તાને ડાયવર્ઝન આપ્યું

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના કાર્યક્રમને લઈ ટ્રાફિક પોલીસ વિભાગે મોટેરા સ્ટેડિયમ જતાં 7 રસ્તાને ડાયવર્ઝન આપ્યું હતું. જેમાં વધુ બે રસ્તાને ડાયવર્ઝન અપાયા છે. વધુ બે રસ્તાને પ્રતિબંધ કરાયા તેમાં પાવર હાઉસ સર્કલથી જનપથ-ટીથી વિસત સર્કલ થઈને સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ અને પાવરહાઉસ સર્કલથી જનપથ-ટીથી વિસત સર્કલ થઈ તપોવન સર્કલ સુધીના માર્ગ પર વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે.

આ માટે વૈકલ્પિક રૂટ પાવરહાઉસ સર્કલ ધર્મનગર થઈ ઓએનજીસી રોડથી અંદરના માર્ગો ઉપર અવરજવર કરી શકાશે. અને ચીમનભાઈ બ્રીજ થઇ પ્રબોધ રાવળ સર્કલ થઈ રાણીપ-ટી થઈ બલોલનગરથી જીએસટી ઓવરબ્રિજ થઈને જગતપુરા થઈ એસજી હાઇવે તરફ અવર-જવર કરી શકાશે.

પ્રતિબંધિત માર્ગ

  • પાવર હાઉસ સર્કલથી જનપથ-ટી થી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ બંધ રહેશે
  • પાવરહાઉસ સર્કલથી જનપથ-ટી થી વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીનો માર્ગ બંધ રહેશે

વૈકલ્પિક માર્ગ

  • પાવરહાઉસ સર્કલ ધર્મનગર થઈ ઓએનજીસી રોડ થઈ અંદરના માર્ગ પર અવરજવર કરી શકાશે
  • ચીમનભાઈ બ્રીજ થઇ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ-ટી, બલોલ નગર, જીએસટી ઓવરબ્રિજ, જગતપુરા થઈ એસજી હાઇવે તરફ

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!