વૃદ્ધને ત્યાં ચા પીવા ગયેલા બાળકીની એકલતાનો લાભ લઈ આધેડે કર્યું આવું દુષ્કર્મ

સાબરકાંઠાના હિંમતનગરના અડપોદરા ગામે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો છે. ઘરની સામે જ રહેતા વૃદ્ધને ત્યાં ચા પીવા ગયેલા બાળકીને એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે વૃદ્ધનાં પરિવારજનોએ સમગ્ર ઘટનાને એક કાવતરું રચ્યું હોવાનું ફરિયાદી પર આક્ષેપ કર્યો છે. આ ઘટનાને લઈને પોલીસે બાળકીનો મેડિકલ રિપોર્ટ કઢાવ્યો છે. તો બીજી તરફ આરોપી શખ્સ કાંતિભાઈ મકવાણાને પોલીસે પોક્સો એક્ટ હેઠળ જેલના હવાલે કર્યો છે. તેમજ તેના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter