GSTV

શું તમારે પણ જોઈએ છે લાંબા અને ચમકદાર વાળ? તો આજે જ અપનાવો આ 5 આયુર્વેદિક નુસ્ખાઓ

વિશ્વની દરેક મહિલાઓને પોતાના વાળથી ખૂબ જ પ્રેમ હોય છે. ખરેખર વાળ મહિલાની પર્સનાલિટીમાં એક અહમ ભૂમિકા ભજવે છે. જો કે, વર્તમાન સમયમાં પ્રદુષણ અને સમયની ખામીને કારણે, આજ કાલ મહિલાઓ પોતાના વાળ પ્રત્યે વધારે ધ્યાન આપી શકતી નથી જેથી વાળ શુષ્ક અને નબળા પડી જાય છે.

સાથે જ ઓછી ઉંમરમાં વાળ ખરવા અને સફેદ થવાની સમસ્યાઓમાં પણ વધારો થયો છે, ત્યારે આજે આપણે વાળને ફરીથી ચમકદાર અને લાંબા બનાવવા માટે આયુર્વેદિક નુસ્ખાઓ વિશે જાણીશું. જેના ઉપયોગથી જલ્દીથી વાળની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાશે.

fenugreek leaves

મેથી

મેથી દાણામાં ભરપૂર પ્રમાણમાં ફ્ઓલિક એસિડ, વિટામિન-A અને વિટામિન-Cનું પ્રમાણ રહેલું છે. જેમાં પ્રોટીન અને નિકોટીન એસિડ પણ ઉપલબ્ધા હોય છે. જેથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. સાથે જ સ્કાલ્પ પણ હેલ્દી રહે છે અને વાળ કરાબ થવાની સમસ્યામાંથી છુટકારો મળે છે. વાળની ચમકને વધારવા માટે તમારે મેથી દાણાનું સેવન કરવું જોઈએ. સાથે જ રાત્રે 2 ચમચી મેથીને પાણીમાં પલાળી બીજે દિવસે સવારે તે પાણીને પી લેવાથી હેલ્થ પણ સારી રહે છે. વધેલા મેથી દાણાને વાટીને પેસ્ટ બનાવી વાળમાં લગાવી 20 મીનિટ બાદ તેને શેમ્પુથી ધોઈ નાખો. આ રીત અપનાવવાથી તમારા વાળ કાળા, લાંબા અને મજબૂત બનશે.

દહીં

દહીંમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. તેથી જ પ્રોટીન સ્કાલ્પની હેલ્થ અને નવા ફોલિસલ્સના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય છે. વાળ પર દહીથી મસાજ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. સાથે જ દહીંને પોતાના સ્કાલ્પ પર 15 મિનિટ લગાવ્યા બાદ રહેવા દો. જે બાદ તેને શેમ્પુથી ધોઈ નાખો. આ રીત અપનાવવાથી તમારા વાળ કોમળ અને ચમકદાર બનશે.

આંબળા

તમારી ડાયેટમાં વિટામીન-Cની ખામીને કારણે વાળ ખરવા અને ડેન્ડ્રફની સમસ્યા ઉદભવે છે. જો કે, આંબળાનું સેવન કરવાથી અને વાળમાં આંબળાનું તેલ નાખવાથી તમને વાળની બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. સાથે જ વાળ કાળા, લાંબા અને ચમકદાર બને છે.

ભુંગરાજ તેલ

ભુંગરાજ તેલ વાળ માટે રામબાળ ઈલાજ છે. આ તેલને વાળમાં લગાવવાથી વાળ લાંબા અને કાળા બને છે. સાથે જ આ તેલને લગાવવાથી વાળ સફેદ પણ નથી થતા અને વાળ ખરવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. સુકેલા ભુંગરાજને પાણીમાં મેળવી સ્કાલ્પ પર લગાવવાથી વાળની મજબૂતી વધે છે.

લીમડો

લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ આ ઠંડા પાણીથી વાળને ધોવાથી તમારા વાળની ચમક જળવાઈ રહેશે. વાળની ચમકને જાળવી રાખવા માટે અઠવાડીયામાં 3 વખત લીમડાના પાણીથી વાળને ધોવા જોઈએ.

READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!