કુંવરજી બાવળિયાની કથિત Audio Clip, પટેલના મત લઈ જાઓ….

જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો ક્લીપ બહાર આવી છે. જેમાં કુંવરજી બાવળિયા કહે છે કે તમારા ગામ પૂરતા પટેલિયાવના મત લઈ જાવ તો વાંધો નહીં. કુંવરજી બાવળિયા અપક્ષ ઉમેદવારને મતો ન તોડવા કહી રહ્યા છે. જસદણ વિધાનસભાની બેઠક જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ મરણિયા બન્યા છે. એડીચોટીનું જોર લગાવી ભાજપ તરફથી દિગ્ગજ નેતાઓને ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસે પણ કમર કસી છે.

બીજી તરફ જસદણ બેઠક પર 19 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાંથી બે અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ થયા છે. આ દરમિયાન અપક્ષના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જસદણ બેઠક પર ગુરુવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. જે બાદમાં જસદણ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તેનો સાચો અંદાજ આવશે. આ દરમિયાન વાયરલ થયેલા ઓડિયોમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા કિશોરભાઇ નામની વ્યક્તિ પોતાના ગામ પૂરતા જ મતો તોડવાની વાત કરી રહ્યા છે. જોકે જીએસટીવી આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter