લ્યો…બોલો પેશ કદમીની જમીન પર બાંધકામની શરૂઆત, અનેે મામલતદાર કચેરી દોડતી

કેશોદમાં મામલતદાર કચેરીના પાછળના ભાગે આવેલા રેવન્યુ વિભાગની ઉદ્યોગનગરની જમીનમાં કેટલાક લોકોએ પેશકદમી કરી બાંધકામ શરૂ કરતા તંત્ર દોડતું થયું છે. ઉદ્યોગનગર વિસ્તારમાં આશરે 40 વર્ષ જૂની ખાડા ટેકરાવાળી રેવન્યુ વિભાગની પડતર જમીન આવેલી છે. જેમાં જૂદી જૂદી જ્ઞાતિના નબળા વર્ગના લોકો દ્વારા ચૂનાથી પટ્ટા મારી પ્લોટ પાડી દેવાયા બાદ બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેની જાણ મામલતદાર કચેરીને થતાં તેમણે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સરકારની વિવિધ વિભાગીય કચેરી દ્વારા આ જગ્યાની માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવે છે. પરંતુ તેમને જમીન ન ફાળવાતા કેટલાક લોકોએ પેશકદમી હાથ ધરી હતી. પેશકદમી કરનારા મજૂર વર્ગના લોકો પોતે ઘરવિહોણા હોવાનું જણાવી પોતાનો હક માંગી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter