GSTV

ઑફર/ 799 રૂપિયાની EMI પર ઘરે લઇ આવો TATAની કાર, ફેસ્ટીવ સીઝનમાં કંપની આપી રહી છે શાનદાર મોકો

tata

ટાટા મોટર્સે (Tata Motors) પોતાના પેસેન્જર વ્હીકલ પર ફાઇનાન્સ (finance on passenger vehicles)ની સુવિધા ઉપલબ્ધ કરાવા માટે એચડીએફસી બેન્ક (HDFC Bank) સાથે હાથ મિલાવ્યો છે. કંપનીએ આ કરાર અંતર્ગત વાહનોના ફાઇનાન્સ માટે બે પ્લાન્સ લોન્ચ કર્યા છે. એક Gradual Step Up Scheme અને બીજી છે TML Flexi Drive Scheme.ટાટા મોટર્સ તેની તહેવારની સિઝનમાં તેના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાની યોજના ધરાવે છે. કંપનીએ આપેલી આ માહિતી મુજબ, આ યોજના આ વર્ષે નવેમ્બરના અંત સુધી રહેશે અને તે કંપનીની તમામ BS6 રેન્જ કાર અને એસયુવી તેમજ કંપનીના ઇલેક્ટ્રિક વાહનોને લાગુ પડશે.

બે વર્ષ સુધી ધીમે-ધીમે વધશે EMI

tata

Gradual Step Up Scheme અંતર્ગત, ગ્રાહકો ઉત્પાદન અને વેરિએન્ટ પ્રમાણે વાહનની ખરીદી કરી શકે છે અને ઓછામાં ઓછા 799 રૂપિયા પ્રતિ લાખના દરે વાહનો ખરીદી શકે છે. આ ઇએમઆઈ બે વર્ષથી ગ્રાહકોને ચૂકવણી કરવાની સુવિધા મુજબ ધીરે ધીરે વધશે.

વર્ષમાં 3 મહિના પસંદ કરીને ભરો EMI

india highest recipient remittance

ટીએમએલ ફ્લેક્સી ડ્રાઇવ યોજના હેઠળ, ગ્રાહક પાસે દર વર્ષે ત્રણ મહિના પસંદ કરવાનો વિકલ્પ હશે, જેમાં તે દર મહિને 789 રૂપિયા માસિક ઇએઆઈ ચૂકવી શકે છે. આ ઇએમઆઈ વાહનના ઉત્પાદન અને વેરિએન્ટ પર નિર્ભર રહેશે. આ સિવાય ટાટા મોટર્સે જણાવ્યું હતું કે, બંને યોજનાઓ હેઠળ તે પેસેન્જર વેહિકલ પ્રોડક્ટના એક્સ શો-રૂમ માટે 100 ટકા નાણાં પૂરા પાડશે.

HDFCનો દાવો, પોતાની કારનું સપનું થશે સરળ

ટાટા મોટર્સની આ યોજના ગ્રાહકોને તેમની સુવિધા પ્રમાણે સમયસર ચુકવણી કરવામાં મદદ કરશે. એચડીએફસી સાથેની ભાગીદારી અંગે ટાટા મોટર્સ (માર્કેટિંગ, પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટ) ના વડા વિવેક શ્રીવાસ્તવે કહ્યું કે આ ભાગીદારી લોકોને તહેવારની મોસમમાં કાર ખરીદવા માટે એક્સેસબલ બનાવશે. એચડીએફસી બેંકના રિટેલ લેન્ડિંગ (ભારત) ના વડા અરવિંદ કપિલે કહ્યું કે આ ભાગીદારીથી લોકો કાર ખરીદવા માટેની નાણાંની ચિંતા દૂર કરશે અને કાર ખરીદવાના તેમના સપનાને પૂર્ણ કરશે.

Read Also

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!