GSTV

જાણવા જેવું/ ભોજન કરતી વખતે આટલી બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, જીવનમાં મળશે મોટી સફળતા

Last Updated on November 25, 2021 by Pravin Makwana

ભોજન જીવન માટે સૌથી જરૂરી છે. આ ધરતી પર જેની પણ અંદર ભગવાને જીવ નાખીને મોકલ્યા છે, તે દરેક માટે ભોજન જરૂરી છે. આ જ કારણ છે કે, ભોજન આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. ભોજન તમામ ઊર્જાઓનો સ્ત્રોત છે. આ જ કારણ છે કે, હિન્દુ ધર્મમાં ભોજનને લઈને વિશેષ નિયમ બતાવામાં આવ્યા છે. ભોજન કેવી રીતે કરવું જોઈએ, ભોજન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ખાવાનું ખાતી વખતે શું કરવુ જોઈએ, શું ન કરવું જોઈએ. આ દરેક બાબતોનો ઉલ્લેખ આપણને મળી જશે.

ભોજનને લઈને જે નિયમો વિશે બતાવામાં આવ્યુ છે. તે જાણવા દરેક માટે જરૂરી છે. પૌરાણિક શાસ્ત્રોમાં ભોજનને લઈને અમુક નિયમો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં ખાવાનું ખાતા પહેલા ત્રણ વાર જળ છાંટવાની પરંપરા છે. કહેવાય છે કે, આવી રીતે આપણે અન્ન દેવતાને ખુશ કરી શકીએ છીએ અને પહેલો ભોગ તેમને આપીએ છીએ, જ્યારે વૈજ્ઞાનિક સમીકરણમાં આના પર કહેવાયુ છે કે, પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને ખાતા પહેલા આચમન જરૂર કરતા હતા. જેનાથી ચારેતરફ પાણી ઘેરાયેલું રહેતું અને તેને લઈને જમીન પર રાખેલી થાળી પાસે કોઈ કીટાણુ આવતા નહીં. ત્યારે આવા સમયે જાણીએ ભોજન કરતી વખતે કઈ બાબતોનુ ધ્યાન રાખવું જોઈએ.

આવો જાણીએ નિયમ

આપણાં પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભોજન હંમેશા શુદ્ધ જગ્યાએ જ બનાવવું જોઈએ. શુદ્ધ જગ્યાએ બનાવેલા ભોજનમાં તાજગી રહે છએ. ભોજન એ કોઈ કન્યા અથવા સ્ત્રી બનાવે છે. તો તેનાથી પોઝિટિવીટી આવે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની ઉન્નતિ થાય છે. એટલું જ નહીં હિન્દુ માન્યતા અનુસાર ભોજનને સૌથી પહેલા અગ્નિ દેવને સમર્પિત કરવામાં આવે છે. આ ઉપરાંત ભોજન કરતા પહેલા આ મંત્ર જરૂરથી ઉચ્ચારણ કરવું જોઈએ. તેનાથી તમામ દેવી દેવતા ખુશ થઈ જાય છે.

આ રહ્યો ભોજનનો મંત્ર

ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना।।

ॐ सह नाववतु।
सह नौ भुनक्तु।
सह वीर्यं करवावहै।
तेजस्विनावधीतमस्तु।
मा विद्विषावहै॥
ॐ शान्ति: शान्ति: शान्ति:॥

પંચવાલિકા બાદ અગર જો ઘરમાં કોઈ અતિથી આવ્યા છે તો તેમને ભોજન અવશ્ય કરાવવું જોઈએ. ઘરમાં જો ખાવાનું ઓછુ હોય તો પણ અતિથિ માટે તાજૂ ભોજન બનાવવું જોઈએ.

ભોજન ગમે તેવું કેમ ન બન્યુ હોય

ખાતી વખતે એ વાત યાદ રાખવી જોઈએ કે, ભોજનની ક્યારેય નિંદા ન કરવી જોઈએ. ભોજન ગમે તેવું ખરાબ કેમ ન બન્યુ હોય, પણ ભોજન હંમેશા ઈશ્વરનો પ્રસાદ સમાજીને ખાઈ લેવો જોઈએ. આવું કરવાથી જીવનમાં સકારાત્કતાની અસર થાય છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!