GSTV

એપ્રિલથી ઘટી જશે તમારો પગાર! નવુ સેલરી સ્ટ્રક્ચર બગાડશે તમારુ બજેટ, EMI ચુકવવામાં પણ થશે મુશ્કેલી

સેલરી

Last Updated on December 29, 2020 by Bansari

આગામી વર્ષે એપ્રિલ 2021થી ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની ટેક હોમ સેલરી (Take Home Salary) ઘટી જશે. કારણ કે કંપનીઓને નવા વેતન નિયમ પ્રમાણે કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં બદલાવ કરવાનો રહેશે. નવા વેતન નિયમો અનુસાર, કોઇપણ કર્મચારીનુ ભથ્થુ, કુલ ચૂકવણીના 50 ટકા કરતાં વધુ ન હોઇ શકે. એટલે કે એપ્રિલ 2021થી કર્મચારીઓની બેસિક સેલરી કુલ સેલરીના 50 ટકા કે તેથી વધુ હશે.

સેલરી ઘટી જશે, ટેક્સ પણ ઓછો થઇ જશે

સામાન્ય રીતે હાલ, મોટાભાગની કંપનીઓ કર્મચારીઓની સેલરી પર બિન ભથ્થા હિસ્સાના (non-allowance part)50 ટકાથી ઓછુ રાખે છે. જેથી તેણે EPF અને ગ્રેચ્યુટીમાં ઓછુ યોગદાન આપવુ પડે અને તેનો બોજો ઓછો થાય. પરંતુ નવો વેતન કોડ લાગુ થયા બાદ કંપનીઓએ બેસિક સેલરી વધારવી પડશે. તેનાથી કર્મચારીઓની ટેક હોમ સેલરી ઘટી જશે પરંતુ PF યોગદાન અને ગ્રેચ્યુટી યોગદાન વધી જશે. સાથે જ કર્મચારીઓની કરની જવાબદારી પણ ઘટી જશે, કારણ કે કંપની કર્મચારીઓ માટે પોતાનું PF યોગદાન તેના CTCમાં જોડી દેશે.

EMI અને ઘર ખર્ચનો હિસાબ બગડી જશે

આ નવા વેતન નિયમથી પોસ્ટ રિટાયરમેન્ટ ભલે ફાયદો લાગી રહ્યો હોય પરંતુ કર્મચારીઓની ટેક હોમ સેલરી ઘટવાથી તેમની વર્તમાન આર્થિક સ્થિતિ પર અસર પડે છે. તેમના હાથમાં દર મહિનાની સરખામણીએ ઓછી સેલરી આવશે. તેવામાં ઘર ખર્ચ, લોન, એસઆઇપી વગેરેનો પૂરો હિસાબ બગડી શકે છે. સામાન્ય રીતે સેલરીડ ક્લાસના 40 ટકા હિસ્સો ઇએમઆઇ ચુકવવામાં જાય છે. તેમાં હોમ લોન, કાર લોનની EMI સામેલ થાય છે. તેવામાં જો નવા વેતન નિયમોના હિસાબે તેમની ટેક હોમ સેલરી 10 ટકા પણ ઘટી તો મેનેજ કરવુ મુશ્કેલ થઇ શકે છે.

પેન્શન

વર્તમાન ટેક હોમ સેલરી

આ ગણતરીને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે તમારી વર્તમાન સેલરી 1 લાખ રૂપિયા પ્રતિ મહિના છે અને બેસિક સેલરી 30,000 રૂપિયા છે. એટલે કે ભથ્થા વગેરે સાથે તમારી સેલરી 1 લાખ સુધી પહોંચે છે. તો 12-12 ટકાના હિસાબે કર્મચારી અને કંપનીનું PF યોગદાન થયુ, 7200 રૂપિયા. તેથી ટેક્સ કપાતા પહેલા તમારી ટેક હોમ સેલરી થઇ 92,800 રૂપિયા. અહીં માનીને ચાલી રહ્યા છીએ કે અન્ય કોઇ ડિડિક્શન નથી.

નવા નિયમ અનુસાર ટેક હોમ સેલરી

જ્યારે નવો વેજ રૂલ અથવા વેતન નિયમ લાગુ થશે, તો બેસિક સેલરી વધીને 50,000 રૂપિયા થઇ જશે. તેથી કુલ PF યોગદાન 12,000 રૂપિયા થઇ જશે. તેથઈ ટેક્સ પહેલા ટેક હોમ સેલરી 88,000 રૂપિયા મહિના થઇ જશએ. જે ગત સેલરી કરતા 4800 રૂપિયા ઓછી છે.

સેલરી

EMI અને ઘર ખર્ચનું બેલેન્સ બગડશે

હવે માની લો કે દર મહિને તમે EMI સ્વરૂપે 40,000 રૂપિયા ચુકવો છો. નવા સેલરી સ્ટ્રક્ચર બાદ તમારા હાથમાં બચશે (88,000-40,000) 48,000 રૂપિયા. જ્યારે જૂના સેલરી સ્ટ્રક્ચર પ્રમાણે તમારા હાથમાં (92,800-40,000) 52,800 રૂપિયા બચતા હતા. એટલે કે તમારા હાથમાં પહેલાની સરખામણીએ (52,800-48,000) 4800 રૂપિયા ઓછા બચશે.

ઘર ખર્ચ ઘટાડશો કે SIP ઓછી કરશો?

આવી હાલતમાં તમે ખર્ચનું બેલેન્સ કરવા માટે SIP, PPF અથવા NPSમાં કપાત કરો અથવા પોતાના રોજિંદા જીવનના ખર્ચમાં ઘટાડો કરી શકો છો. SIPમાં ઘટાડો કરવો કે નહીં, તે તમારા નાણાકીય સલાહકારની સલાહ લીધા બાદ જ કોઇ નિર્ણય લો. જ્યાં સુધી ખર્ચમાં કપાતની વાત છે, તો તેને એક હદ સુધી નિયંત્રિત કરવા જ પડશે.

Read Also

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!