જો તમે ઇનકમ ટેક્સ રિટર્ન ભરતી સમયે કેટલીક સાવધાનીઓનું ધ્યાન ન રાખો તો તમને રિફંડ મળવામાં મોડું થઇ શકે છે. જો આવકવેરા વિભાગમાં તમારું કોઈ રિફંડ બને છે તો આ રિફંડ તમને સેન્ટ્રેલાઈઝ પ્રોસેસિંગ સેન્ટર(CPC)ના માધ્યમથી પ્રાપ્ત થાય છે. આ પ્રોસેસ પુરી રીતે ઓટોમેટેડ હોય છે. કેટલીક નાની નાની ભૂલોના કારણે તમને રિફંડ મળવામાં ઘણી વખત મોડું થાય છે.
તમે ભરેલી ડિટેલ્સ પરથી થાય છે રિફંડ

તમામ પ્રોસેસ ઓટોમેટેડ હોવાના કારણે આવકવેરા વિભાગે તમારા તરફથી આપવામાં આવેલ ડીટેલ પરથી જ રિફંડ આવે છે. એવામાં બેન્કની ડીટેલ ખોટી હોવાથી તેમાં લેટ થાય છે. સામાન્ય રીતે રિફંડ પ્રોસેસ સાતથી 15 દિવસમાં પૂરું થાઈ જાય છે. તમારા ખાતામાં પૈસા આવામાં જેટલો સમય લાગે છે, એનું વ્યાજ પણ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને આપે છે.
ટેક્સ અથોરીટી પાસે કરદાતાઓથી જોડાયેલી ઘણી જાણકારી પહેલાથી હોય છે. એથોરિટી પાસે કેપિટલ ગેન અને ડિવિડન્ડના રૂપમાં મળેલ આવકની જાણકારી એક્સેસ કરવાની વ્યવસ્થા હોય છે. એવામાં ઇનકમ ટેક્સ રિટર્નમાં આપવામાં આવેલી ખોટી જાણકારીના કારણે રિફંડ આવવામાં મોડું થાય છે. ડીટેલ મિસમેચ થવાની સ્થિતિમાં રિફંડમાં મોડું થાય છે.
ખોટી માહિતી પર પ્રોસેસ નહિ થાય રિફંડ

એવામાં રિટર્ન ફાઈલ કરતી સમયે પોતાની ડિટેલ્સ સારી રીતે ભરો. વિભાગ તરફથી નક્કી પ્રક્રિયા મુજબ રિફંડ માત્ર ઇલેક્ટ્રોનીક રીતે જારી કરવામાં આવશે. એનો મતલબ એ થયો કે રિફંડ કરદાતાઓના એકાઉન્ટમાં જારી કરવામાં આવશે. એવામાં જો તમે બેન્ક ડીટેલ ખોટી ભરી છે તો રિફંડ પ્રોસેસ નહિ થાય, જ્યાં સુધી ડિટેલ્સ સરખી ન કરવામાં આવે.
આ રીતે અપડેટ કરો ડિટેલ્સ
જો તમે રિટર્ન ફાઈલ કરતી વખતે ખોટી જાણકારી આપી તો તમે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અધિકારીક વેબસાઈટ પર જઈ તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીને અપડેટ કરી શકાય છે. તમારી ડિલેટ યોગ્ય થયાની સાથે જ રિફંડ પ્રોસેસ થઇ જશે. એક વાતનું વધુ ધ્યાન રાખો કે તમે જે બેન્ક એકાઉન્ટ નંબર આપી રહ્યા છો, તે પરમાનેન્ટ એકાઉન્ટ નંબર(PAN) હોવો જોઈએ.
Read Also
- LIVE: 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં, ધાનાણી અને ભરતસિંહના ગઢમાં ગાબડા
- CM રૂપાણીના ગઢમાં કોંગ્રેસે પ્રથમ બેઠક પર જીત હાંસલ કરી, જાણો કઇ બેઠક પર કોણ થયું વિજેતા
- નગર પાલિકા રિઝલ્ટ/ હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસના ભૂંડા હાલ, ભાજપ આટલી બેઠક પર આગળ
- ઉત્તર ગુજરાત/ નીતિન પટેલનો ગઢ જીત્યા બાદ વધુ બે નગરપાલિકામાં કમળ ખીલ્યુ, જાણો કેટલી બેઠકો સાથે થયો વિજય
- તાલુકા પંચાયત/ 12 વાગ્યા સુધીમાં 1 હજારથી વધુ બેઠકો પર ભાજપનો ભગવો, 300થી વધુ બેઠકોમાં પંજાને સાથ