GSTV

શૈક્ષણિક સંસ્થાઓમાં ડહોળાયેલા વાતાવરણને લઈ ગુજરાત ભાજપ સતર્ક, સરકારની કેટલીક સંસ્થાઓના પ્રોફેસર્સ પર બાજ નજર

દેશની કેટલીક શૈક્ષણિક સંસ્થામાં છેલ્લા ઘણા સમયથી જે રીતે વાતાવરણ ડહોળાયેલું છે. જેને પગલે ગુજરાત પ્રદેશ ભાજપે રાજ્યની શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા કેટલાક પ્રોફેસર પર વોચ રાખવા માટે આયોજન કર્યું છે. 4 શહેરોના અલગ અલગ સંસ્થાના 67 પ્રોફેસરોના નામની યાદી કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓને સોંપવામાં આવી છે. જેમના પર નજર રાખવા આદેશ આપવામાં આવ્યો હોવાની માહિતી સૂત્ર તરફથી મળી રહી છે.

હવે ભાજપના કેટલાક નેતા અને કાર્યકર્તાઓને આ નવી જવાબદારી સોંપાઇ છે. જે જવાબદારી છે પ્રોફેસર્સ પર વોચ રાખવાની. ભાજપના આંતરિક સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ભાજપ દ્વારા રાજ્યની કેટલીક યુનિવર્સિટી, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર યાદી તૈયાર કરીને તેમના પર વોચ રાખવાનું કામ સોંપી દેવાયુ છે. છેલ્લા ઘણા સમયથી JNU, હોય કે જામીયા હોય જે સ્થિતિ નિર્માણ પામી રહી છે જેને લઈને હવે ભાજપે પણ ગુજરાતની શૈક્ષીણક સંસ્થા પર નજર રાખવાની શરૂઆત કરી છે.

અમદાવાદ, સુરત ગાંધીનગર અને આણંદ ખાતે આવેલી સંસ્થા સાથે જોડાયેલા પ્રોફેસર્સની યાદી બનાવી ભાજપના ચોક્કસ કાર્યકર્તાઓ અને નેતાઓને સોંપવામાં આવી છે અને તેની તમામ ગતિવિધિ પર નજર રાખવા આદેશ અપાયો છે. જો સંસ્થાની જો વાત કરવામાં આવે તો નો સમાવેશ થઈ રહ્યો છે. નામ નહીં આપવાની શરતે કેટલાક કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે આ સંસ્થા સાથે જોડાયેલા 67 વ્યક્તિઓ છે જે સરકાર વિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને તેના પર નજર રાખવાના આદેશો કરાયા છે.

READ ALSO

Related posts

7 દિવસમાં જ રાજ્યને કોરોનામુક્ત કરી દઈશું : 70 છે પોઝિટીવ કેસ, 26 હજાર ક્વોરંટાઈનમાં

pratik shah

આસારામના ભક્તોએ જેલમુક્તિ માટે કરી માંગ, શું આસારામ માટે રસ્તો સરળ રહેશે ?

Bansari

કોરાના વાયરસનો પ્રકોપ: દેશનાં પ.બંગાળનાં આ ગામમાં કોરોનાના ડરથી યુવકોને ન આપી એન્ટ્રી, આ રીતે કરાયા કોરોન્ટાઈન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!