2018ની 5 ટોપ સ્પીડ બાઈક્સ પર કરો નજર, સુઝુકીથી લઈ યામાહા પણ છે રેસમાં

2018માં આ બાઈક્સ રહી છે ટોપ સ્પીડ બજેટ બાઈક્સ

ઓટો મોબાઈલની રીતે જોઈએ તો આ વર્ષ ખૂબ શાનદાર રહ્યું છે. ઘણા નવા બાઈક્સ લોન્ચ થયા અને ઘણી કંપનીઓએ ફરી વખત નવા મોડલને નવા સ્ટાઈલ સાથે લોન્ચ કર્યા. યામાહાએ પોતાના ઘણા બાઈક્સના અપગ્રેડેડ વર્ઝન લોન્ટ કર્યા, તો જાવાએ પાતાની બાઈકને ફરીથી નવા અંદાજમાં રજૂ કર્યું. આવામાં પર્ફોર્મન્સ, સ્પીડ અને માઈલેજના આધારે બેસ્ટ બાઈક્સનું સિલેક્સન કરવું ઘણુ મુશ્કેલ છે. આ દરેક વસ્તું ધ્યાનમાં રાખીને અમે 1.5 લાખની અંદરની 5 બાઈક્સને પસંદ કરી છે. તમે પણ જાણીલો તે બાઈક્સ વિશે અને તેની ખાસિયત વિશે.

સુઝુકી Gixxer SF Fi ABS

સુઝુકીએ આ વર્ષે 160 સીસી સેગમેન્ટમાં Gixxer અને Gixxer SF 2 બાઈક લોન્ચ કરી. સ્પોર્ટી લુક, રિફાઈન્ડ એન્જીન અને રિલાઈબિલિટીના મામલે આ બાઈક્સનો કોઈ જવાબ નથી. બન્નેમાં ABS સિસ્ટમની સાથે સાથે 154.9 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. જે 14.8 પીએસ પાવરની સાથે 14 ન્યુટન મીટર ટોક જનરેટ કરે છે. એક્સ શોરૂમમાં તેનો ભાવ 97 હજાર છે. આ બાઇકની ટેસ્ટ રાઈડ કરતા જાણવા મળ્યું કે 0 થી 60 કિલોમીટર પર પહોંચવામાં તે ફક્ત 5.21 સેકન્ડનો સમય લે છે તો 0 થી 100 કિ.મી. માત્ર 17.56ની સ્પીડ પર પહોંચે છે.

ટીવીએસ અપાચે RTR 160 4V

આ વર્ષે સૌથી વધુ વેચાયેલી બાઇક્સમાં ટીવીએસ અપાચે RTR 160 4V પણ એક છે. તેનું અપડેટિડ 159.7 સીસી સિંગલ સિલિન્ડર, લિક્વિડ ક્યુલ્ડ એન્જિન 16.8 પીએસના પાવર સાથે 14.8 ન્યુટન મીટર ટોર્ક જનરેટ કરે છે. તેને 0 થી 60 ની સ્પીડ પ્રાપ્ત કરવા માટે માત્ર 5.04 સેકન્ડનો સમય લાગે છે. તે 100 સુધી પહોંચવા માટે માત્ર 15.36 સેકન્ડનો સમય લે છે. એક્સ શોરૂમમાં તેની પ્રાઇસ 91, 810 રૂપિયા છે.

હીરો Xtreme 200R

Hero Xtreme 200Rને સૌથી પહેલા 2016ના ઓટો એક્સપોમાં સૌથી પહેલાં શોકેસ કરવામાં આવ્યું હતું. તેને આ વર્ષે લોન્ચ કરવામાં આવ્યું છે. 200 સીસીની આ દમદાર બાઇકને લોકોએ ખૂબ જ પસંદ કરી. 199.6 સીસીનું સિંગલ સિલિન્ડર, એર ક્યુલ્ડ એન્જિન 18.4 પીએસ પાવર સાથે 17.1 ન્યુટન મીટરનો ટોક જનરેટ કરે છે. 100 kmphની સ્પીડ મેળવવા માટે Xtreme 200Rને માત્ર 14.92 સેકન્ડનો સમય લગે છે. તેની એક્સ શોરૂમમાં પ્રાઇઝ 89000 છે.

ટીવીએસ Apache RTR 200 Race Edition Fi ABS

યંગર સિબલિંગની સાથે ટીવીએસએ પોતાની Apache RTR 200 4Vને ઘણા નવા કોસ્મેટિક અપડેટ્સ સાથે રજૂ કરી છે. તેમાં ઓપ્શનલ ડ્યૂએલ ચેનલ એબીએસ અને એક સ્લિપર ક્લચનો પણ સમાવેશ થાય છે. જોકે તે હજુ પણ 197.75 સીસી સિંગલ સિલિન્ડર, ઓઇલ કૂલ્ડ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. જે 18.1 ન્યુઝટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ વર્ષે આ બાઇકને ઝડપના શોખીન લોકો વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવે છે. પ્રાઈઝના મામલામાં આ બાઈક માટે તમારે થોડા વધું પૈસા ખર્ચ કરવા પડશે. હાલ તેને એક્સ શોરૂમમાં 1,10,805 રૂપિયામાં ખરીદી શકાય છે.

યામાહા R15 V3.0

જ્યારે આપણે હાઇ પર્ફોર્મન્સ બજેટ બાઈક્સની વાત કરીએ તો પહેલા નંબર પર આવે છે યામાહાની R15 V3.0 બાઇક. આ વર્ષે યામાહાએ આ બાઈકમાં ખૂબ જ સુધારો કર્યો. ન્યૂ ઇમ્પ્રુવ્ડ એન્જિન સાથે આ બાઇકને અલગ અલગ એર્ગોનૉમિક્સ સાથે રજૂ કરવામાં આવ્યું છે. ઝડપના મામલામાં આ બાઈક બધા પર ભારે પડે તેવી છે. તે 100ની સ્પીડ પ્રાપ્ત કરવા માટે માત્ર 11.42 સેકન્ડનો સમય લાગે છે. તેનો ભાવ એક્સશરૂમમાં 1,27,000 રૂપિયા છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter