GSTV

તાજમહેલની પ્રસિદ્ધીમાં યોગીને નથી કોઈ રસ/ અધિકારીઓની આળસના કારણે બે વર્ષથી નિષ્ક્રિય છે અકાઉન્ટ, ટ્વીટરે અકાઉન્ટ કરી દીધુ બંધ

દુનિયામાં તાજમહેલ એ પ્રેમના પ્રતિક તરીકે ઓળખાય છે. જે વિશ્વની અજાયબીમાની એક છે. જગપ્રસિદ્ધ આ ધરોહરમાં અગાઉ લાખો લોકો આ શાનદાર પ્રતિકૃતિની ઝલક જોઈ ગયા હશે અને હજૂ પણ કેટલાય લોકોનું એક એવુ સપનુ હશે કે તેમને જીવનમાં એકવાર તાજમહેલ જોવો હશે, આપને જણાવી દઈએ કે, ઓગસ્ટ 2015માં તાજમહેલ માટે ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પબ્લિક માટે ખોલવામાં આવ્યુ હતું. ટ્વીટર અકાઉન્ટ ખોલ્યાના બે વર્ષ સુધી લાખો ટ્વીટ રિટ્વીટ થયા છે અને તાજમેહલને લગતી કેટલીય વિગતો તેમાં અપડેટ કરવામાં આવતી હતી. જો કે, છેલ્લા બે વર્ષથી તાજમહેલનું ટ્વીટર અકાઉન્ટ શાંત પડ્યુ છે. જેમાં કોઈ પણ પ્રકારની કોઈ એક્ટીવીટી દેખાતી નથી, કોઈ અપડેટ આવતુ નથી.

ટ્વિટર ચલાવવાની જવાબદારી સંભાળતા ઉત્તર પ્રદેશના પર્યટન વિભાગનું કહેવુ છે કે, અમે તો ટ્વીટર અકાઉન્ટ બનાવીને ASIને સોંપી દીધુ હતું. ત્યારે હવે તેનું સંચાલન કરવાની જવાબદારી એએસઆઈની છે. તો સામે ASIએ પણ આ સમગ્ર મામલે હાથ ખંખેરી લીધા છે.

15 ઓગસ્ટ 2015ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે તાજમહેલના આધિકારીક ટ્વીટર અકાઉન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને 2018 સુધી આ અકાઉન્ટ એકદમ વ્યવસ્થિત રીતે ચાલતુ હતું. ત્યાર બાદ તાજમહેલનું ટ્વીટર અકાઉન્ટ નિષ્ક્રિય થતું રહ્યુ છે.

અધિકારીઓ તરફથી ધ્યાન ન આપવાના કારણે ટ્વીટર અકાઉન્ટ 2018થી બંધ પડ્યુ છે. જેના કારણએ ટ્વીટરે આ અકાઉન્ટને હંગામી ધોરણે બંધ કરવાની ફરજ પડી છે.

દુનિયાના પાવરફૂલ લોકો કરે છે તાજને ટ્વીટર પર ફોલો

તાજમહેલનું ટ્વીટર અકાઉન્ટ દુનિયાભરમાં નામચિન્હ અને પાવરફૂલ લોકો તેને ફોલો કરે છે. જ્યારે પણ કોઈ રાષ્ટ્રાધ્યક્ષ, સેલિબ્રિટી અથવા નામચિન્હ વ્યક્તિ તાજની મુલાકાતે આવે છે, ત્યારે તે તસ્વીર શેર કરતા સાથે તાજને પણ ટૈગ કરે છે. આ જ કારણ છે કે, માત્ર થોડા સમયમાં તાજા ટ્વીટર અકાઉન્ટને લાખો લોકો ફોલો કરવા લાગ્યા હતા. જેના કારણે તાજ સાથે જોડાયેલી જાણકારી સરળતાથી લોકો સુધી પહોંચવા લાગી હતી.

READ ALSO

Related posts

ઘોર બેકારી/ ફ્લાઈટમાં ઉડાન દરમિયાન સેક્સની ઓફર આપી રહી છે એર હોસ્ટેસ, ફ્લાઈટમાં વેચે છે અંડરવિયર

Pravin Makwana

હૈદરાબાદને ભાગ્યનગર બનાવવા માટે હું સ્વંય ભગવાન શ્રીરામની ધરતી પરથી અહીં આવ્યો છું !

Pravin Makwana

કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને થયો કોરોના, ફેફસામાં ઈન્ફેક્શન વધતા ICUમાં કર્યા ભરતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!