GSTV

તાજ મહેલ પ્રેમ સિવાય છૂટાછેડાનું પણ સ્મારક છે, જે પણ મહાનુભવો જોવા ગયા તેમના થોડા સમયમાં જ છૂટાછેડા થઈ ગયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 22 કિલોમીટરનો રોડ શો કર્યા બાદ મોટેરા સ્ટેડિયમની હકડેઠઠ ભીડને સંબોધન કરશે. જે પછી પ્રેમના સ્મારક ગણવામાં આવતા તાજમહેલની મુલાકાત લેશે. પણ તાજ મહેલ ભલે શાહજહાં દ્રારા બનાવવામાં આવેલ પ્રેમનું સ્મારક હોય, પણ વિશ્વના ખ્યાતનામ જે જે મહાનુભવોએ પ્રેમના આ પ્રતીકની મુલાકાત લીધી છે, તેમના થોડા સમયની અંદર જ છૂટાછેડા થઈ ગયા છે. આમ તો આ માનવામાં ન આવે તેવી વિસ્મયજનક ઘટના છે, પણ ઈતિહાસ ગવાહ છે કે જે જે દિગ્ગજો તાજ મહેલની સુંદરતાને જોવા માટે ગયા તેમના લગ્ન જીવનમાં બાદમાં તડા પડી ગયા.

પ્રિન્સેસ ડાયના- પ્રિન્સ ચાર્લ્સ

પોતાની ખૂબસુરતી માટે ખ્યાતનામ અને પ્રિન્સ ચાર્લ્સની પત્ની પોતાના લગ્નજીવન માટે પણ ખૂબ જ લોકપ્રિય રહી હતી. 1992ની એ સાલ હતી જ્યારે બ્રિટીશ રાજકુમારી ડાયના તાજ મહેલની મુલાકાતે આવ્યા હતા. એ સમયે એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું પણ હતું કે, સારું હોત ચાર્લ્સ (તેમના પતિ) અહીં હોત, પણ થયું એવું કે થોડા સમયમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા. આ છૂટાછેડા પાછા 10 મહિનાની અંદર જ થઈ ગયા.

વ્લાદિમીર પુતિન

રશિયાના હાલના રાષ્ટ્રપતિ અને ભારત તથા મોદીના પ્રિય મિત્ર એવા પુતિન અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન વર્ષ 2000ની સાલમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. એ સમયે પણ તેઓ તાજ મહેલ જોવા માટે ગયા હતા. પણ ત્રણ વર્ષ બાદ દુનિયાના સૌથી મોટા નેતાના કોઈ કારણોસર છૂટાછેડા થઈ ગયા.

રસેલ બ્રાન્ડ અને કેટ પેરી

રસેલ બ્રાન્ડ કેટ પેરી ડિસેમ્બર મહિનાની 2009ની સાલમાં ભારત આવ્યા હતા. હોલિવુડના સૌથી જાણીતા કોમેડિયન રસેલ બ્રાન્ડ તાજ મહેલ જોવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે તેમની પત્ની કેટ પેરી પણ હતી. જેમનો સંગીતની દુનિયામાં સિક્કો પડતો હતો. માત્ર સંગીત જ નહીં ખૂબસુરતી પણ પાણી પાણી કરી દે તેવી હતી. તાજ મહેલ આવ્યા અને આ બંન્ને જોડી અલગ થઈ ગઈ. તે પણ 14 મહિનાના સૂક્ષ્મગાળામાં.

ટોમ ક્રૂઝ-કેટી હોમ્સ

કોણ નથી ઓળખતું ટોમ ક્રૂઝને ? તેણે તો મિશન ઈમ્પોસિબલ ઘોસ્ટ પ્રોટોકોલ જેવી ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ કર્યું હતું. તેમાં અનિલ કપૂર જેવો ભારતનો અભિનેતા પણ જોવા મળ્યો હતો. જેઓ સાથે તાજ મહેલ જોવા ગયા હતા. ટોમ ક્રૂઝના આ ત્રીજા લગ્ન હતા. એ પણ કૈટી હોમ્સ સાથે. જેને પણ હુસ્નની સમ્રાજ્ઞી માનવામાં આવે છે. પણ તાજ મહેલ જોયા બાદ આ જોડી છૂટી પડી ગઈ.

બોરિસ બેકર-લિલિ

અત્યારે ટેનિસમાં જેમ ફેડરર, નાડાલ અને જોકોવિકનું રાજ છે. અદ્દલ તે જ રીતે ટેનિસમાં બોરિસ બેકરનું વર્ચસ્વ હતું. 17 વર્ષની નાની વયે તે ગ્રેન્ડસ્લેમ જીત્યો હતો. તે પોતાની પત્ની લિલિ સંગાથે તાજ મહેલની મુલાકાતે આવ્યો હતો. પત્ની સાથે તાજ મહેલ પહોંચ્યો અને થોડા સમયમાં છૂટાછેડા થઈ ગયા.

જેક્લીન કેનેડી-જ્હોન એફ કેનેડી

અમેરિકાના સૌથી સફળ એવા રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીની પત્ની ભારત અને પાકિસ્તાનની ગુડવિલ ટ્રીપમાં ઈન્ડિયા આવ્યા હતા. તેમને પણ તાજ મહેલ જોવાની ઈચ્છા પનપી હતી. અહીંથી તેઓ પરત ફર્યા અને 1963માં કેનેડીની હત્યા થઈ જતા, તેમને એકલવાયું જીવન વિતાવવાનો વારો આવ્યો.

READ ALSO

Related posts

ફાયદાનો સોદો/ રિટાયરમેન્ટ સેવિંગ માટે SBIનું નવુ મ્યુચ્યુઅલ ફંડ, મળશે ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન

Bansari

સિક્કીમમાં બોર્ડર પરની ઝડપમાં 20 ચીની સૈનિકો જખ્મી, ભારતીય સેનાએ આપ્યું આ નિવેદન

Karan

છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા, કોરોના આવ્યો કંટ્રોલમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!