GSTV

આ દેશ ભારતને શીખવી રહ્યો છે કોરોનાને ડામવાની રીત, પોતાના દેશમાં કોરોના માટે એવો ચક્રવ્યૂહ બનાવ્યો કે 385 કેસ જ નોંધાયા

મોદી

Last Updated on April 12, 2020 by Mayur

કોરોના વાઈરસના સંકટ સામે લડવા માટે તાઈવાને 14,000 ભારતીય ચિકિત્સકોને પોતાનો અનુભવ કહ્યો છે. જેમાંથી 9000
કર્મચારીઓ સાથે 2 એપ્રિલના રોજ વીડિયો કોન્ફરન્સ દ્રારા ચર્ચા કરી હતી. બીજી વીડિયો કોન્ફરન્સ 14 એપ્રિલના રોજ થવાની છે. જેમાં આશરે 5000 ભારતીય ચિકિત્સાકર્મીઓ ભાગ લેશે. નવી દિલ્હી સ્થિતિ તાઈવાનના પ્રતિનિધિ કાર્યાલયે એક નિવેદન આપ્યું હતું કે, અમારી નવી સાઉથ બોન્ડ પોલીસીમાં ભારત એક મહત્વપૂર્ણ દેશ છે. મહામારી સામે લડવા માટે અમારી સરકારે ભારત અને અન્ય દેશોને મદદ કરવાનો નિર્ણય લીધો છે.

ભારત-તાઈવાન સહયોગ

સંક્રમક રોગોના એસોસિએટ પ્રોફેસર અને ક્વારંટાઈનના નિર્દેશક ડો ચેને તાઈવાન નેશનલ ચેંગ કુંગ યુનિવર્સિટી હોસ્પિટલમાં 2 એપ્રિલે આયોજીત પહેલા રાઉન્ડમાં ભારતીય ચિકિત્સાકર્મીઓ, ડોક્ટર અને નર્સો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન ભારતીય ચિકિત્સાકર્મીઓએ અનેક સવાલ પણ કર્યા હતા. ભારતની બે ફાર્મા કંપનીઓએ કોરોના વાઈરસ વિરૂદ્ધ લડવા ભારત-તાઈવાન સહયોગની દિશામાં કાર્યક્રમનું આયોજન કર્યું છે. 9000 ચિકિત્સાકર્મીઓ મુંબઈ સ્થિતિ ALKEM લેબોરેટ્રરીઝ લિમિટેડની મદદથી પ્રશિક્ષિત કરવામાં આવ્યા. જ્યારે બાકીના 5000ને વેરીટેઝ હેલ્થકેર લિમિટેડની મદદથી પ્રશિક્ષિત કરવામાં આવ્યા. ALKEM લેબોરેટ્રરીઝે તાઈવાન એક્સટર્નલ ડેવલપમેન્ટના સહયોગની માગ કરી હતી.

તાઈવાનની દુનિયાભરમાં પ્રશંસા

બંન્ને દવા કંપનીઓએ એક પીઆર કંપનીની મદદથી ભારતના હોસ્પિટલો સાથે જોડાઈ હતી. કોરોના વાઈરસ પર તાઈવાને જે પ્રતિક્રિયા આપી છે તેની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. તાઈવાન એ દેશ છે જ્યાં વસતિ વધારે હોવા છતાં માત્ર 385 કેસ જ સામે આવ્યા હતા. જેમાં 6ની મોત થઈ અને 99 ફરી તંદુરસ્ત થઈ ગયા. તાઈવાન મદદ કરી શકે છે આ નારા સાથે તાઈવાન કોરોના વાઈરસ વિરૂદ્ધ દુનિયાભરના દેશોની મદદ કરી લડી રહ્યું છે.

પોતાનાથી મોટા દેશોને મદદ કરી

1 એપ્રિલે તાઈવાને આંતરાષ્ટ્રીય માનવીય સહાયતાની શરૂઆત કરી હતી. અમેરિકા અને યૂરોપને 10 મિલિયન મેડિકલ માસ્ક અને અન્ય દાક્તરી સહાય કરી હતી. નેધરલેન્ડમાં પણ દાન કરવામાં આવેલા માસ્ક 7 એપ્રિલના રોજ એમ્સ્ટર્ડમ પહોંચ્યા હતા. તાઈવાને યુરોપીયન સંઘના સદસ્ય દેશો, ચેક ગણરાજ્ય, ફ્રાંસ, જર્મની, ઈટાલી, લક્ઝમબર્ગ, પોલેન્ડ, સ્પેન, વેટિકન સિટી અને યૂકેની મદદ કરી છે.

READ ALSO

Related posts

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah

Agrotechnology / મગફળીના મબલખ ઉત્પાદનમાં મદદ કરશે આ બેક્ટેરીયા, ગુજરાતની આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નવું સંશોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!