GSTV

દિલ્હીમાં ચીની દૂતવાસની બહાર તાઈવાનના પોસ્ટર લગાવવાથી ભડક્યુ ચીન, કહી દીધી આ મોટી વાત

Last Updated on October 10, 2020 by Ankita Trada

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે રાજધાની નવી દિલ્હીમાં ચીની દૂતાવાસની બહાર દિલ્હી ભાજપના નેતા તજિંદર બગ્ગા દ્વારા તાઇવાન નેશનલ ડેના પોસ્ટર લગાવવાથી ભડકી ઉઠ્યું છે. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે, આ આગ સાથે રમત રમવા જેવી બાબત છે. અને તેનાથી ખરાબ ચાલી રહેલા ભારત-ચીનના સંબંધ વધુ ખરાબ થશે.

નેશનલ ડેનું સમર્થન કર્યું

ચીની અખબારે કહ્યું કે, ભારતની સત્તામાં રહેલી ભાજપ મૂર્ખ જેવો વ્યવહાર છોડે અને તે સમજે કે તેઓ આગ સાથે રમી રહી છે. ગ્લોબલ ટાઇમ્સે ચીની નિષ્ણાંત લિયૂ કાઇયૂના હવાલાથી કહ્યુ કે, ભાજપના નેતાએ આ પગલું તેવા સમયે ભર્યું છે જ્યારે ભારતીય મીડિયાએ તાઇવાન નેશનલ ડેનું સમર્થન કર્યું છે અને સહયોગ કર્યો છે.

ચીનની નીતિનું પાલન કરે છે

સાથે ભારતીય વિદેશ મંત્રાલયના એક અધિકારીએ ભારતીય મીડિયા મીડિયાના ચીનની નીતિનું સન્માન ન કરતા પોતાના વિચારોને પ્રકાશિત કરવાના અધિકારોનું સમર્થન કર્યું છે. ચીની નિષ્ણાતોએ કહ્યું કે, ભારત સરકાર જાહેરમાં હજુ પણ એક ચીનની નીતિનું પાલન કરે છે પરંતુ પ્રેસની સ્વતંત્રતાના નામ પર ખભા ઉંચા કરવા લાગે છે.

READ ALSO

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!