GSTV

તાઇવાન સાથે ભારત નવા વેપારી સંબધો સ્થાપશે, કપટી ચીનને ઘેરવાની તૈયારીઓ શરૂ

ભારત આગામી દિવસોમાં તાઈવાનને અલગ દેશ ગણી વેપારી વાટાઘાટો આરંભે એવી શક્યતા છે. ચીનના દાવા પ્રમાણે તાઈવાન ચીનનો જ ભાગ છે. ચીનના કાંઠે આવેલો ટાપુ દેશ તાઈવાન અર્ધસ્વતંત્ર દેશ છે અને ચીન તેને સંપૂર્ણપણે પોતાનો ગણાવે છે. ભારતે વર્ષો સુધી ચીનને રાજી રાખવા તાઈવાન સાથે મર્યાદિત સબંધો રાખ્યા હતા. પણ હવે ભારત-તાઈવાન વચ્ચે નિટકતા વધી રહી છે.

ભારત-તાઈવાન વચ્ચે નિટકતા વધી

બીજી તરફ તિબેટની દેશવટો ભોગવી રહેલી સરકાર સાથે અમેરિકી અધિકારીએ મુલાકાત કરી હતી. તિબેટ પર ચીનનો કબજો છે. માટે તિબેટ બહાર રહીને તિબેટની સ્વતંત્રતા માટે લડત ચાલે છે. તિબેટ બહાર તિબેટની સરકાર પણ છે, જે તિબેટને ચીન પાસેથી મુક્ત કરાવવા સક્રિય છે. અમેરિકાએ તિબેટ માટે પોતાના ખાસ અધિકારીની નિમણુંક કરી હતી.

કપટી ચીનના પેટમાં રેડાયું તેલ

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતુ કે અમારી વન ચાઈના પોલીસી છે જેને આખા જગતે માનવી જ રહી. વન ચાઈનાનો અર્થ એવો થાય કે તિબેટ કે તાઈવાન અમારો જ ભાગ છે. તેને અલગ દેશ ગણીને તેની સાથે સબંધો રાખનાર પરિણામ ભોગવવા તૈયારી રાખે. તાઈવાન ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ બાબતમાં આગળ પડતો દેશ છે. ભારત તેની સાથે સબંધ વધારી આ બન્ને ક્ષેત્રે ભારતમાં રોકાણ વધે એ માટે પ્રયત્નશીલ છે.

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!