GSTV
Home » News » હમણાં જ બન્યો કાનૂન અને તાઈવાનમાં થયા કંઈક આ રીતે લગ્ન

હમણાં જ બન્યો કાનૂન અને તાઈવાનમાં થયા કંઈક આ રીતે લગ્ન

થોડા સમય પહેલા 377ની કલમ દેશમાં લાગુ પાડવામાં કરવામાં આવી હતી. તે છતાં પણ અમુક દેશ આ રીતે સંબંધ સ્વીકારવા તૈયાર નથી. અને સમાજમાં પણ લોકો આ સ્વીકાર કરતા હોતા નથી.

ત્યારે એશિયાના દેશમાં ગે લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરવાનગી આપી ત્યારે ઘણા વિરોધ થયા હતા. તેમ છતાં પણ ગયા અઠવાડિયે તાઈવાનની સંસદે ગે લગ્નના પક્ષમાં કાનૂન બનાવ્યો હતો.

આ રીતે તાઈવાન ગે લગ્નને માન્યતા આપવા વાળો પહેલો દેશ બની ગયો હતો. ત્યારબાદ શુક્રવારે પહેલીવાર અહીંયા કાનૂની રીતે વિધિ સાથે ગે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે તાઈવાનની સંસદમાં કાનૂન બન્યો અને ત્યારબાદ તાઈવાનના સમાજમાં ગે લગ્નને લઈને ઘણી માથાકૂટ થઈ હતી. અહેવાલોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે રૂઢિવાદી વિરોધી દ્વારા મુદ્દો બનાવવામાં આવે, આગામી ચૂંટણીમાં લોકો સરકાર વિરુદ્ધ પણ મત આપે.

આ પહેલાં 2017ના વર્ષમાં તાઈવાન અદાલતે આદેશ આપ્યો હતો કે સમલૈંગિક જોડી અંદરોઅંદર લગ્ન કરી શકે છે. અને તેમને તેનો કાનૂની અધિકાર છે. કાનૂન બનાવવા માટે સંસદને બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો.

Read Also

Related posts

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

Brexit: મહારાણીની લીલીઝંડી બાદ બ્રેક્ઝિટને મંજૂરી, સંસદમાં પાસ થયું બિલ

Pravin Makwana

પીએમ મોદી 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર પરેડ શરૂ થતા પહેલા આ જગ્યા પર જશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!