GSTV
News World ટોપ સ્ટોરી

નથી ડરતું તાઈવાન/ પાસપોર્ટમાંથી હટાવી દીધા છે રિપબ્લિક ઓફ ચાઈના શબ્દો, આ છે મોટું કારણ

તાઇવાનએ થોડા સમય પહેલાં જ નવો પાસપોર્ટ જારી કર્યો અને તેમાંથી ‘રિપબ્લિક ઓફ ચાઇના’ શબ્દો કાઢી નાખ્યાં હતા. આ સિવાય પાસપોર્ટ પર લખેલા ‘તાઇવાન’ શબ્દની ફોન્ટ સાઇઝ વધારવામાં આવી છે. તાઇવાનના આ પગલાથી ચીન સાથેના તેના સંબંધો બગડયા હતા. સરકારે કહ્યું કે, જૂના પાસપોર્ટને કારણે, તાઇવાની પ્રવાસીઓને ચીનના નાગરિક ગણીને રોગચાળાને લગતા મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા હતા. ઘણા દેશોમાં જૂના પાસપોર્ટને લઈને મૂંઝવણ હતી, કારણ કે તેમાં ચીન લખાયેલું હતું.

1949 માં તાઇવાનની સ્થાપના ચીની ગણરાજ્યના રૂપમાં કરવામાં આવી

ચીન તાઇવાનને તેનો ભાગ માને છે. હકિકતમાં મૈત્સે તુંગે સામ્યવાદી દળો સામે યુદ્ધ હાર્યા પછી 1949 માં તાઇવાનની  સ્થાપના ચીની ગણરાજ્યના રૂપમાં કરવામાં આવી હતી. આ પછીથી કમ્યુનિસ્ટ ચીનને પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈના નામ આપવામાં આવ્યું હતું. ડેંગ શિયાઓપિંગ દ્વારા 70 ના દાયકામાં દેશના શાસન સંભાળ્યા પછી એક દેશ બે સિસ્ટમ નીતિની દરખાસ્ત કરવામાં આવી હતી. ખરેખર, ડેંગની યોજના આ માધ્યમથી ચીન અને તાઇવાનને એક કરવા માટેની હતી. નીતિમાં તાઇવાનને ઉચ્ચ સ્વાયત્તતા આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

તાઇવાનએ કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રસ્તાવને નકારી કાઢયો

આ નીતિ હેઠળ, તાઇવાનને તેની મૂડીવાદી આર્થિક પ્રણાલીને અનુસરીને, ચિની કમ્યુનિસ્ટ પાર્ટીના વ્યવસાય કરવાની રીતોને અનુસરવાની છૂટ આપવામાં આવી હતી. અલગ વહીવટ અને પોતાની સૈન્ય પણ હોઈ શકે છે. પરંતુ તાઇવાનએ કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રસ્તાવને નકારી કાઢયો. 

ચીન માને છે કે તાઇવાન તેનો એક અભિન્ન ભાગ

બીજી તરફ, ચીનની નીતિ પણ બંને દેશો વચ્ચેના વિવાદનું એક કારણ છે. આ નીતિ હેઠળ, ચીન માને છે કે તાઇવાન તેનો એક અભિન્ન ભાગ છે. નીતિ તરીકે તેનો અર્થ એ છે કે જે દેશો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (ચાઇનીઝ રિપબ્લિક) સાથે સંબંધ રાખવા માંગે છે તેઓએ ‘રિપબ્લિક ઓફ ચાઇના અર્થાત્ તાઈવાન સાથેના સંબંધોને તોડવા જ જોઇએ.

તેની આસપાસના ટાપુઓને સંયોજિત ચીની ગણરાજ્યોનો એક ભાગ

તાયવાન એ પૂર્વ એશિયામાં સ્થિત એક ટાપુ છે. આ ટાપુ તેના આસપાસના ટાપુઓને સંયોજિત ચીની ગણરાજ્યોનો એક ભાગ છે. અને તેનું મુખ્ય મથક તાઇવાન ટાપુ પર છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક રૂપે, તે મુખ્ય ભૂમિ (ચિની ગણરાજ્ય) નો ભાગ માનવામાં આવે છે, પરંતુ તેની સ્વાયતતા અંગે વિવાદ છે. તાઇવાનની રાજધાની તાઈપેઈ છે, જે નાણાકીય કેન્દ્ર છે. આ ટાપુ પર રહેતા લોકો અમાય, સ્વાતોવ અને હક્કા ભાષાઓ બોલે છે. તે જ સમયે, મેન્ડરિન એ રાજકાર્યોની ભાષા છે.

READ ALSO

Related posts

આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?

Nakulsinh Gohil

અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે

GSTV Web News Desk

મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા

Nakulsinh Gohil
GSTV