GSTV

ટાપૂ પર ચીનની નજર, યુદ્ધાભ્યાસના અહેવાલોની વચ્ચે તાઈવાને તૈનાત કરી એન્ટી-શિપ મિસાઈલથી લેંસ F-16 ફાઈટર

ચીન અને તાઇવાનની વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ત્યારે આ સ્થિતિમાં તાઇવાનની એરફોર્સે બે મલ્ટિરોલ એફ-16 યુદ્ધ વિમાન લોન્ચ કર્યા છે. એન્ટી-શિપ મિસાઇલથી સજ્જ આ ફાઇટર જેટને હુઆલીન એરફોર્સ બેઝ પરથી લોન્ચ કરવામાં આવ્યા. થોડા દિવસો પહેલા જ અહેવાલ આવ્યા હતા કે ચીનની સેના તાઇવાનના પ્રાટાસ ટાપૂ પર કબ્જો કરવા માટે સૈન્ય ડ્રીલ કરી શકે છે.

ચીન આ ટાપૂને પોતાનો ડોંગશા વિસ્તાર ગણાવે છે.આ ટાપૂ દક્ષિણ ચીન સાગરના ઉત્તર ભાગમાં આવેલો છે.  આ ઉપરાંત આ ટાપૂ પર તાઇવાને પોતાની નેવીને પણ તૈનાત કરી દીધી છે. આ પહેલા એક અખબારી રિપોર્ટમાં આશંકા દર્શાવાઇ હતી કે ચીનની સેના આ ટાપૂ પર કબ્જા માટે યુદ્ધાભ્યાસ શરૂ કરી શકે છે. જે દરમિયાન તે આ ટાપૂ પર કબ્જો કરવા હુમલો  કરી શકે છે.

આ પહેલા તાઇવાન ન્યૂઝના મે મહિનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે ચીની સેના ઓગષ્ટમાં જે સૈન્ય ડ્રીલ કરશે તેમાં મોટી સંખ્યામાં નૌસૈનિક, શિપ, હોવરક્રાફઅટ, અને હેલિકોપ્ટર સામેલ થશે. જો કે ચીનના સૈન્ય નિષ્ણાતોએ આ રિપોર્ટનું ખંડન કર્યુ છે.

READ ALSO

Related posts

કૃષિ બિલના વિરોધની વાતો વચ્ચે જાણે કોરોના ભૂલાયો, ગાંધીનગર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

Nilesh Jethva

પેટાચૂંટણી : ગુજરાતમાં મોટાભાગની બેઠકો પર સરકાર સામે એન્ટિઇન્કમ્બસીનો માહોલ, ભાજપ ખાટલા બેઠકો કરશે

Nilesh Jethva

VIDEO: હરખમાંને હરખમાં પ્રપોઝ કરવા પહોંચ્યો યુવક, અચાનક મનના માણિગારનું મહિલાએ થોબડૂ ફેરવી નાખ્યું !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!