GSTV
Home » News » 137 રૂપિયાની દહીંના ચોરને પકડવા પોલીસે 42,000 રૂપિયાનો કર્યો ખર્ચ

137 રૂપિયાની દહીંના ચોરને પકડવા પોલીસે 42,000 રૂપિયાનો કર્યો ખર્ચ

તાઈવાનમાં સ્ટુડન્ટ હોમમાં રહેલી એક મહિલાએ પોતાના ફ્રિઝમાંથી દહીં ચોરાવાની ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચી હતી. એ પછી પોલીસે ચોર શોધવા કરેલી કવાયત અંગે તમે જાણશો તો હેરાન રહી જશો.

પોલીસે આ મહિલાની ફરિયાદ બાદ સ્ટુડન્ટ હોમમાં રહેતા બીજા પાંચ સ્ટુડન્ટની પૂછપરછ કરી હતી. જો કે જ્યારે તેમણે દહીં ચોર્યુ હોવાનો ઈનકાર કર્યો એ પછી પોલીસે 6 વ્યક્તિઓનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો અને અસલી ચોરને પકડ્યો હતો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે 137 રૂપિયાના દહીંની ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે 42,000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. જો કે પોલીસની આ કાર્યવાહીથી લોકોનો એક મોટો વર્ગ નારાજ પણ છે. તેમનું કહેવું છે કે આટલી નાની ચોરી માટે પોલીસે આટલા પૈસા ખર્ચવાની જરૂર નહોતી.

Related posts

આર્થિક નરમાઇથી ઝઝુમી રહેલા ચીન પણ વિદેશી રોકાણ આકર્ષવા પ્રયત્ન કરી રહ્યું છે, જાણો…

pratik shah

કેનેડા સરકારમાં મંત્રી બની ભારતીય મૂળની પ્રથમ હિંદુ મહિલા, ચૂંટણીમાં મળી હતી શાનદાર જીત

pratik shah

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના સીએમ, એનસીપી અને કોંગ્રેસની પણ લીલીઝંડી

Karan
Do NOT follow this link or you will be banned from the site!